શ્રીનાથજીમાં અંબાણીના લાડલાની સગાઈમાં આદિવસીઓને ભોજન માટે પહેલું આમંત્રણ આપ્યું, કપલની ક્યૂટ તસવીરો આવી સામે

શ્રીનાથજીમાં મુકેશ અંબાણીના દીકરાની સગાઇ : અનંત-રાધિકા મર્ચેંટ બાળપણના મિત્રો, ગુજરાતના પોતાના બિઝનેસ ઘરાના સાથે જોડ્યો સંબંધ

થોડીવાર પહેલા જ ખબર આવી કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની રાજસ્થાન સ્થિત શ્રીનાથજી ખાતે રોકા સેરેમની થઇ છે. આ કપલના રોકાની કેટલીક તસવીરો પણ સામે આવી છે. અનંતની રોકા સેરેમની એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંને પરિવારો અને નજીકના સંબંધીઓની હાજરીમાં રોકા વિધિ કરવામાં આવી હતી. અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે.

રિલાયન્સ ગ્રુપે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગેની માહિતી આપી છે. આવો જાણીએ કોણ છે રાધિકા મર્ચન્ટ, જે ટૂંક સમયમાં જ બનવા જઇ રહી છે અંબાણી પરિવારની નાની વહુ. રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. વિરેન મર્ચન્ટ મુખ્યત્વે ગુજરાતના કચ્છના છે. ADF ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાની સાથે, તેઓ Encore Healthcare પ્રાઇવેટ લિમિટેડના CEO અને વાઇસ ચેરમેન પણ છે.

રાધિકાને એક બહેન પણ છે, જેનું નામ અંજલિ છે. જ્યારે, વિરેન મર્ચન્ટની પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તે એન્કોર પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. અંજલિ પણ આ જ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. બંને પરિવારો એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને એઓ પોલિટિકલ અને ઈકોનોમિક્સ ગ્રેજ્યુએટ છે. રાધિકાનો પરિવાર અંબાણી પરિવારને ઘણા વર્ષોથી ઓળખે છે અને રાધિકા નીતા અંબાણીની ઘણી નજીક પણ છે.

થોડા સમય પહેલા રાધિકા મર્ચન્ટ તેના ભાવિ સસરા મુકેશ અંબાણી સાથે તિરુપતિ બાલાજી ગઈ હતી. ત્યારની પણ તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી. જણાવી દઇએ કે, રાધિકા અને અનંતનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રાધિકાએ ઈશા અંબાણીની સગાઈમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા સાથે પરફોર્મ કર્યું હતું. ત્યારથી રાધિકા અંબાણી પરિવારના તમામ ફંક્શન અને ઈવેન્ટમાં હાજર રહે છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને એક બીજાને બાળપણથી ઓળખે છે અને તેમનો સંબંધ વર્ષો જૂનો છે. આજે 29 ડિસેમ્બર 2022ના રોજ રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વિટર પર અનંત અને રાધિકાને અભિનંદન આપતાં તસવીર શેર કરી હતી, તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની રોકા સેરેમની મુંબઈમાં નહીં પણ રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઇ હતી. રાધિકા અને અનંતનો એક સાથે ફોટો 2018માં વાયરલ થયો હતો.

ફોટામાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022માં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે અરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. બોલિવૂડના ફેમસ સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. આ વીડિયોમાં જેણે પણ રાધિકાનો ડાન્સ જોયો તેણે રાધિકાના વખાણના પુલ બાંધ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર દીકરી ઈશા અંબાણીના બાળકોની મનોકામના પૂરી કરવા માટે શ્રીનાથજી મંદિરમાં વિશેષ પૂજા પાઠ અને નગર મિજબાનીનું પણ આયોજન કરે છે. મુકેશ અંબાણી નાતિન અને નાતિના આવવાની ખુશીમાં નાથદ્વારા શહેરના દરેક ઘરે મીઠાઈના પેકેટ વહેંચશે. ગુરુવારે બપોરે મુકેશ અંબાણી, કોકિલા બેન અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, આનંદ પીરામલ સહિત પરિવારના અન્ય સભ્યો નાથદ્વારા પહોંચ્યા હતા. પરિવાર દ્વારા સ્થાનિક આદિવાસી પરિવારોને ભોજનનું પ્રથમ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

શ્રીનાથજી મંદિર પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે અને અંબાણી પરિવારને આ મંદિરમાં ઊંડી શ્રદ્ધા છે. જ્યારે અહીં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આદિવાસીઓનો પ્રથમ અધિકાર હોય છે. આ સમગ્ર કાર્યક્રમને પાલના મનોરથ અને ચંવરી મનોરથ કહેવામાં આવે છે. પાલના મનોરથ સંતાન પ્રાપ્તિની ખુશીમાં કરવામાં આવે છે, જ્યારે ચંવરી મનોરથ શુભ પ્રસંગોની ઉજવણી માટે કરવામાં આવે છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશાએ 19 નવેમ્બરે અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

એક મહિના પછી, તે શનિવારે મુંબઈ પરત ફરી છે. જે ખુશીમાં આજે પરિવાર શ્રીનાથજીના આશીર્વાદ લેવા પહોંચ્યો છે. મંદિરને ખાસ અનુષ્ઠાન માટે છેલ્લા 2 દિવસથી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી રહ્યું હતું. શ્રીનાથજીનું મંદિર ઉદયપુરથી લગભગ 50 કિલોમીટર દૂર રાજસમંદ જિલ્લામાં છે. શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ દેવ છે. રાજસ્થાન અને ગુજરાતના લોકો શ્રીનાથજી મંદિરમાં સૌથી વધુ આસ્થા ધરાવે છે.

શ્રીનાથજી મંદિર વલ્લભ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે. દેશની અનેક હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ શ્રીનાથજીના દર્શન કરવા આવી રહ્યા છે. અંબાણી પરિવાર અનેક પ્રસંગોએ નાથદ્વારાની મુલાકાત લઈ ચૂક્યો છે.અનંત અંબાણી વિશે વાત કરીએ તો, 10 એપ્રિલ 1995ના રોજ જન્મેલ અનંત રિલાયન્સ ગ્રુપમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યો છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ન્યૂ એનર્જી બિઝનેસની કમાન અનંતને સોંપી છે.

હાલમાં તે રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે. અનંત અંબાણીને ફેબ્રુઆરી 2021માં રિલાયન્સ O2Cના ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. પહેલા અનંતને Jio પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યું છે અને હવે તે વ્યવસાયને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

Shah Jina