આદિત્ય ગઢવીના જન્મ દિવસ પર નીતા અંબાણીએ કરી ખાસ ઉજવણી, મુકેશ અંબાણી પણ રહ્યા હાજર, જુઓ અંદરની તસવીરો

પોતાના “ગોતી લો” ગીતથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવનારા ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીએ ખુબ જ ટૂંકા સમયમાં પોતાનું નામ બનાવી લીધું છે. “ખલાસી” ગીત આજે દુનિયાના ખૂણે ખૂણે જાણીતું બન્યું છે અને આદિત્ય ગઢવીની ઓળખ પણ વિશ્વ ફલક પર પહોંચી ગઈ છે.

ગત 3 એપ્રિલના રોજ આદિત્ય ગઢવીનો જન્મ દિવસ હતો અને આ દિવસે તેમના ચાહકોએ તેમને ઘણી બધી શુભકામનાઓ પણ આપી. ત્યારે આ સાથે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારે પણ આદિત્ય ગઢવીના જન્મ દિવસની ખાસ ઉજવણી કરી હતી, જેની જાહેરાત ખુદ કવિરાજે પોતાના સોશિયલ મીડિયામાં 2 પોસ્ટ દ્વારા કરી છે.

આદિત્ય ગઢવીનો NMACC (નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર)માં એક લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. જેમાં નીતા અંબાણી સાથે મુકેશ અંબાણી પણ હાજર રહ્યા હતા. સાથે જ નીતા અંબાણીએ આદિત્ય ગઢવીને ગુજરાતનું ઘરેણું કહીને તેમના વખાણ પણ કર્યા હતા. ત્યારે આદિત્ય ગઢવીનો જન્મ દિવસ હોવાની જાણ અંબાણી પરિવારને થતા જ તેમને જન્મ દિવસની ઉજવણી પણ કરી હતી.

આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં નીતા અંબાણીની સ્પીચનો વીડિયો શેર કરતા કેપશનમાં લખ્યું છે, “હું વ્યક્તિગત રીતે તો ત્યાં ચોંકી ગયો જ્યારે concert પછી અંબાણી પરિવારને ખબર પડી કે મારો જન્મદિવસ હતો ત્રીજી એપ્રિલે, તો એમણે મારા માટે કેક મંગાવી અને આદરણિય મુકેશભાઇ અંબાણીજી, શ્રીમતી નીતાબેન અંબાણી અને આદરણિય કોકીલાબેને મારા માટે બર્થ ડે સોંગ ગાઇને મારા માટે કેક કટ કરી અને મારો જન્મદિવસ ઉજવ્યો. અંબાણી પરિવાર એટલા માટે જ કદાચ બધાને વ્હાલો લાગે છે કારણકે તેઓ સહુને પરિવારની જેમ રાખે છે. મારા માટે એ ક્ષણ જીવનભર યાદ રહે એવી ક્ષણ હતી.”

આદિત્ય ગઢવીએ એક તસવીર પણ શેર કરી છે જેમાં તે મુકેશ અને નીતા અંબાણી અને કોકિલાબેન અંબાણી સાથે ફોટો પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ સાથે આદિત્ય ગઢવીએ કેપશનમાં લખ્યું છે, “અંબાણી પરિવારે જે મારું સન્માન કર્યું અને પ્રેમ આપ્યો એના માટે હું ઋણી છું. સામાન્ય રીતે મુકેશભાઇ અંબાણી ઓછા કાર્યક્રમોમાં જાય છે એવું મને જાણવા મળ્યું, પણ અમારા Concertમાં છેક સુધી બેઠા અને અંતે Concert પછી મને ખાસ શુભેચ્છાઓ આપવા આવ્યા અને મારો Birthday celebrate કર્યો.”

તેમને આગળ એમ પણ લખ્યું, “મુંબઇમાં મારા પહેલા concertને આટલો અદ્ભુત પ્રતિસાદ આપી સાંભળવા આવેલા બધા જ શ્રોતાઓનો દિલથી આભાર. હું એટલું જ કહીશ કે, “મુંબઇ મેં યે તો બસ શુરુઆત હૈ!” ત્યારે આદિત્ય ગઢવી દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકો તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aditya Gadhvi (@adityagadhviofficial)

Niraj Patel