59 વર્ષના નીતા અંબાણીએ વટ પડી દીધો, માતા કોકિલાબેન પણ પૌત્રી ઇશા અંબાણીના ઘરે પહોંચ્યા- જુઓ તસવીરો

આને કહેવાય સંસ્કાર, નીતા અંબાણી અને સાસુમા કોકિલાબેને વટ પડી દીધો, ખુબ જ બ્યુટીફૂલ દેખાઈ રહ્યા હતા- જુઓ તસવીરો

દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહે છે. છેલ્લા દિવસોમાં અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની રોકા સેરેમની અને સગાઇ સેરેમનીને લઇને ઘણો છવાયેલો હતો,

ત્યાં હવે ફરી એકવાર અંબાણી પરિવારમાં જશ્ન જોવા મળ્યુ, જ્યાં આખો પરિવાર એકસાથે જોવા મળ્યો. મુકેશ અંબાણીના લાડલી ઇશા અંબાણી અને તેના પતિ આનંદ પિરામલના ઘરે નીતા અંબાણીથી લઇને કોકિલાબેન અંબાણી અને શ્લોકા મહેતા તેમજ રાધિકા મર્ચેંટ સુધી બધા પહોંચ્યા હતા.

ઇશાના બે બાળકો કૃષ્ણા અને આદિયા માટે વેલકમ પાર્ટી રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન બધાનું ધ્યાન અંબાણી પરિવારના સ્ટાઇલિશ કપડા તરફ ગયું, જેમાં ગ્રેસ અને ઇલેન્સ સ્પષ્ટ રીતે જોવા મળ્યા. જેવા જ અંબાણી પરિવારને જોયા કે પેપરાજીએ તેમના કેમેરામાં દરેકની તસવીરો ક્લિક કરવાની ચાલુ કરી દીધી.

જે સો.મીડિયામાં સામે આવતા જ વાયરલ થઇ ગઇ. નીતા અંબાણીએ આ ગ્રેન્ડ પાર્ટી માટે કાંજીવરામ રેશમની સાડી પહેરી હતી, જ્યારે બિઝનેસમેન મુકેશ અંબાણી વાદળી રંગના કુર્તા સાથે સફેદ પાયજામા અને સફેદ નહેરુ જેકેટ પહેરેલા દેખાયા હતા. નીતા અંબાણીની મલ્ટિકોલર પ્રિન્ટ્સ સાડી પર બનાવવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું અને લુક માટે સંપૂર્ણ ગુજરાતી સ્પર્શ આપવામાં આવ્યો હતો.

અંબાણી પરિવારના વહુ શ્લોકાની વાત કરીએ તો, તેણે પીળી પાપલમ શૈલીની ટોચ સાથે પરંપરાગત ગુજરાતી સ્કર્ટ પહેર્યો હતો, કલમકારી પ્રિન્ટ આ સ્કર્ટ પર જોવા મળી હતી, જે ખૂબ જ સુંદર લાગતી હતી. આ લુકને પૂર્ણ કરવા માટે શ્લોકાએ મેચિંગ ઇયરિંગ્સ, ગળામાં હાર સાથે લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

ત્યાં આકાશ અંબાણી પેસ્ટલ ટોન કુર્તા, સફેદ પેન્ટ અને સફેદ જેકેટ્સ પહેરીને પહોંચ્યો હતો. પૃથ્વી તેના દાદા સાથે હાથ પકડેલો જોવા મળ્યો હતો અને તેણે તેની મમ્મી શ્લોકા સાથે મેચિંગ કર્યુ હતુ. અનંત અંબાણીની મંગેતર રાધિકા પણ આ પાર્ટીમાં પાછળથી પહોંચી હતી, તેણે તુર્કોઇઝ ગ્રીનનો રેશમ લહેંગો કેરી કર્યો હતો અને લહેંગા ચોલી સાથે તેણે દુપટ્ટાને એવી રીતે કેરી કર્યો કે તે સાડી લુક આપી રહ્યો હતો.

આ લુક સાથે તેણે ગળામાં હાર, મેચિંગ ઇયરિંગ્સ, બંગડીઓ અને મેકઅપ કર્યો હતો.આ પાર્ટીમાં ખાસ કરીને કોકિલાબેન અંબાણી અને નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલે પણ દરેકનું ધ્યાન ખેંચ્યું હતુ. કોકિલાબેન અંબાણી પૌત્ર આકાશ અંબાણી સાથે દેખાયા હતા અને જે રીતે આકાશ દાદીનું ધ્યાન રાખી રહ્યો હતો તે જોઇ દરેકને ખૂબ આનંદ થયો.

કોકિલાબેને લાલ અને પીળી રંગની રેશમ સાડી પસંદ કરી હતી, જેના પર પ્રિન્ટ્સ તેમની સુંદરતા બનાવી રહી હતી. કોકિલાબેને સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો અને તેને ગુજરાતી સ્પર્શ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેમણે હાથમાં ઘડિયાળ, ગળામાં માળા, સ્ટડ્સ એરિંગ્સ, કપાળ પર લાલ બિંદી સાથે લુક પૂર્ણ કર્યો હતો. ત્યાં નીતા અંબાણીની માતાએ લાલ સાડી પહેરી હતી, જે પ્રિન્ટેડ હતી. પૂર્ણિમા દલાલે સાડી સાથે ડાયમંડ હાર, મેચિંગ ઇયરિંગ્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina