અંબાલાલ પટેલની આગાહીથી ક્રિકેટ પ્રેમીઓના દિલમાં પડી ફાડ ! વર્લ્ડ કંપની ફાઇનલ પર જ મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહ્યું
Ambalal Patel’s prediction for World Company Finals : ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ છે. તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં પણ હવે લોકોને રાહત મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને અવાર નવાર આગાહી પણ કરવામાં આવતી હોય છે. અંબાલાલ પટેલે આઇપીએલની ફાઇનલ વખતે પણ વરસાદને લઈને આગાહી કરી હતી અને તે સાચી પણ પડી હતી.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે અમદાવાદમાં યોજાઈ રહેલી ફાઇનલ મેચ સમયે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી હતી, અને તેમની આગાહી પ્રમાણે ફાઇલના દિવસે જ વરસાદ વરસ્યો, જેના કારણે મેચ બીજા દિવસે શિફ્ટ કરવી પડી, બીજા દિવસે પણ એક ઇનિંગ બાદ વરસાદ વરસ્યો હતો, જેના કારણે મેચની ઓવર પણ કટ કરવામાં આવી હતી અને ચેન્નાઇની ટીમને આઇપીએલમાં વિજેતા બની હતી.
ત્યારે હવે થોડા જ સમયમાં શરૂ થનારા વર્લ્ડ કપની ફાઇનલ મેચ પણ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. ત્યારે આ મેચને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે 18થી 20 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં એક ચક્રવાતની આગાહી કરી છે ? તેમને આઇપીએલની ફાઇનલમાં જે રીતે આગાહી કરી હતી તે પ્રમાણે જ વર્લ્ડ કંપની ફાઇનલમાં પણ કેવો વાવાઝોડા અને મોસમનો કેવો મિજાજ રહેશે તે જણાવ્યું હતું, જેને લઈને પણ ક્રિકેટ રસિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 ઓક્ટોબરના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની અને 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે આ સાથે જ 18થી 20 નવેમ્બરે પણ ચક્રવાતની શક્યતા છે. તેમને જણાવ્યું કે 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. જેના કારણે 18,19,20 નવેમ્બરના રોજ ગુજરાતમાં પણ વાવાઝોડાની શક્યતા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે વર્લ્ડ કંપની ફાઇનલમાં મોસમનો મિજાજ કેવો રહેશે !