વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, ધરતીપુત્રોમાં વ્યાપી ગઈ ખુશીની લહેર, જાણો ક્યારે ? ક્યાં ? અને કેટલો થશે વરસાદ ?

સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની નવી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, ઘરની બહાર પગ મુક્ત પહેલા આ જાણી લેજો

દેશભરમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે, લોકોને પણ આ કાળઝાળ ગરમીમાં રાહત મળી ગઈ છે. ગુજરાતના પણ ઘણા બધા વિસ્તરોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી આવ્યો અને તેના કારણે ખેડૂતો પણ નિરાશ થઇને બેઠા છે. ત્યારે હાલમાં જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સારો અને વાવણીલાયક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સારો એવો વરસાદ થશે. તો તેમને એમ પણ જણાવ્યું છે કે આગામી 3 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે, આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. પરંતુ તેમને એમ પણ જણાવ્યું કે તેમને પણ ચિંતા કરવાની જરૂર નથી. જુલાઈની શરૂઆતમાં આ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે ઉપરાંત 5 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે, સાથે જ તેમને એમ પણ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સારું રહશે અને ખેડૂતો માટે પણ આ વર્ષ વરસાદના કારણે ખુબ જ ફાયદાકારક નિવળશે.

ખેડૂતોને વાવણી કરવાની સલાહ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આદ્રા નક્ષત્રમાં ખેડૂતો વાવણી કરી શકે છે. 24 જૂનથી લઈને 30 વચ્ચે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે તેવી શક્યતા પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Niraj Patel