ગુજરાતીમાં ફરી થશે માવઠું, કાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠું થવાની કરી આગાહી, એપ્રિલના આ દિવસોમાં વરસશે વરસાદ

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જો કે કેટલીક જગ્યાએ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગરમી વધવાની પણ આગાહી કરાઇ છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ગુજરાતમાં 7 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 4 ડિગ્રી ઉષ્ણતાપમાન વધવાની શક્યતા છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં 12થી 18 તારીખમાં મોટો પલટો આવશે. આ પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે અને ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલ અનુસાર, 12થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે. આ ઉપરાંત તેમણે કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

Shah Jina