આ તારીખે છત્રી લીધા વગર ઘરની બહાર ના નીકળતા, અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી, ફરી ગુજરાતના આ વિસ્તારમાં વરસશે વરસાદ

ચોમાસાની ઋતુ હવે પૂર્ણ થઇ ગઈ છે અને ઠંડીનો ચમકારો પણ આવી ગયો છે, તે છતાં થોડા દિવસ પહેલા જ ગુજરાના ઘણા સ્થળો ઉપર કમોસમી વરસાદ ખાબક્યો હતો,.ત્યારે હજુ ફરી એકવાર હવામાનવિદ અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ ખ઼બાકી શકે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હવામાન શાત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં હવાનુ દબાણ સર્જાશે. આથી 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા, બનાસાકાંઠામાં વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ ઉપરાંત સમી, હારીજ, કડી, બેચરાજીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

વધુમાં અંબાલાલે એમ પણ જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રાવાત ઉભા થશે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી કડકડતી ઠંડી પડશે. 19 ડિસેમ્બરે ફરી હવામાન પલટાઇ શકે છે. આ ઉપરાંત 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ રીતે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. તેમજ જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે.

Niraj Patel