ગુજરાતમાં ભયાનક તોફાન આવશે? અંબાલાલ પટેલે કરી આગાહી- જલ્દી વાંચો

આજે ગીર સોમનાથ જિલ્લામાં ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ત્યાં બધા ૬ તાલુકાઓમાં સરેરાશ 1 થી લઈને 3 ઇંચ આસપાસ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. ભારે રેઇનને લીધે જીલ્‍લાના હિરણ-2, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલ હતા.

જયારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયેલ તો સરસ્‍વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલ પ્રખ્‍યાત પ્રાંચી તીર્થનું માઘવરાય મંદિર ફરી જળમગ્‍ન થયુ હતુ. અમદાવાદમાં આજે સવારના 10 વાગ્યાથી લઈને બપોરે ૩-૪ વાગે સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારથી સાંજના 4 સુધીમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 43.97 મી.મી વરસાદ પડ્યો હતો.

અને દક્ષિણ પશ્ચિમ બાજુ 41.87 મી.મી વરસાદ પડ્યો. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતા. બીજી બાજુ જોઈએ તો સરખેજ- ધોળકા રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું હતું, ત્યાં એક યુવક ફસાઈ ગયો હતો. જેવી ફાયરબ્રિગેડની ટીમને જાણ થઇ તરત જ રેસ્ક્યૂ માટે રવાના થઈ હતી.

યુવકને બચાવવા માટે ટીમ પહોંચી હતી, પરંતુ તે ડૂબી ગયો હતો. આ ભણી શોધખોળ કરી તેને બહાર કાઢ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, યુવકની ઓળખ થઈ નથી અને તેનું ડૂબી જવાથી મોત થયું છે.ભારે વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે.

અમદાવાદમાં પડેલા વરસાદના વિસ્તાર વસ્ત્રપુર, સેટેલાઈટ, જજીસ બંગ્લો, SG હાઈવે સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ શરૂ થતા પાણી પાણી છવાઈ ગયા છે, તો બીજી બાજુ બોડકદેવ માનસી ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, નહેરુનગર, બોપલ, શ્મામલ ચાર રસ્તામાં વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ઘણા વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ગુલાબ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

રાજ્યમાં વરસાદને લઈને હવામાનવિદ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે, તેમના જણાવ્યા અનુસાર  આ તો હજી શરૂઆત છે. હાથી આવે ત્યારે સુંઢ હલાવે નહી તો પુછડુ પઢાડે એટલે કે હાથી નક્ષત્રની શરૂઆતમાં જ આ વરસાદ પડ્યો છે. હજી આ નક્ષત્ર પુર્ણ થશે ત્યારે પણ ભારે વરસાદ વરસાવશે.”

આ ઉપરાંત અંબાલાલ પટેલની વરસાદી આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદનું કારણ દક્ષિણ ભારતમાં સાગરમાં પ્રવર્તતી સાનુકુળ સ્થિતિ, બંગાળના ઉપસાગરમાં સાનુકુળ સ્થિતિના કારણે વરસાદ ભારેથી અતિભારે પડશે. એક પછી એક લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ભારે વરસદા પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી શકતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલ બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ઓરિસ્સા અને બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેની અસર સમગ્ર દેશના વાતાવરણ પર પડશે. સમુદ્રમાં ઉંચા મોજા ઉછળવા, તોફાની વરસાદ પડવો વગેરે જેવી સ્થિતિ ગુજરાતમાં પણ સર્જાશે.સપ્ટેમ્બર 28-29 દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. તેમના પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસશે વરસાદ. તેમાં પણ 28 અને 29 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. તેમના anusar 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના મુજબ અરબ સાગર પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે આખા રાજ્યમાં વરસાદ પાડવાની પુરી શક્યતા છે. ભારે પવન અને વીજળીના ભડાકા સાથે ખુબ જ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

તમને જણાવી દઈએ કે આપણા રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 %વરસાદ વરસી ચૂક્યો છે. આમ નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 % જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 % વરસાદ વરસી ચૂક્યો છે.

તો દક્ષિણ ગુજરાતમાં 82 %અને મધ્ય ગુજરાતમાં 74 % વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 % વરસાદ વરસ્યો છે.

Niraj Patel