ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે, અંબાલાલ પટેલની નવી આગાહી વાંચો ફટાફટ

ગુજરાતમાં ફરી એકવાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે કાલથી શરુ થતા એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

 

મોટા ભાગે સાચી આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી કે, આપણા રાજ્યમાંએપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

તેઓએ જણાવ્યું છે કે આપણા રાજ્યમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રીથી વધારે નોંધાશે. મધ્યગુજરાતના ભાગોમાં 43 ડિગ્રીથી વધુ, ઉત્તર ગુજરાતાના ભાગોમાં 43 ડિગ્રી જેટલું, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે.

ન્યુઝ૧૮ મીડિયા અનુસાર, એપ્રિલ મેમાં ગુજરાતના અનેક ભાગોમાં કરા અને આંધી વંટોળ થશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આની અસર થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ સાથે કરા પડશે. પ્રિમોનસુન એક્ટિવિટી કરા અને આંધી વંટોળ સાથે થશે. જે લાભદાયી પણ છે. મે માસમાં ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસાનો વરસાદ પણ સારો થવાનો રહેશે. આ વખતે ચોમાસાની શરૂઆત અને પાછળનું ચોમાસું પણ સારું થશે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ થવાની શક્યતા રહેશે.

 

YC