ફરી એકવાર રાજ્યમાં માવઠાને લઇને અંબાલાલ પટેલની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1થી 5 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે
અંબાલાલ પટેલની મોટી આગાહી…ફરી એકવાર માવઠાના રાઉન્ડ માટે તૈયાર રહેજો ગુજરાતીઓ
ગુજરાતમાં શિયાળાની શરૂઆતથી જ માવઠુ થઇ રહ્યુ છે. ત્યારે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને આગાહી કરી છે.અંબાલાલ પટેલ અનુસાર, રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા છે. 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને સાથે ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે.
ફરી એકવાર માવઠાનો રાઉન્ડ
આ ઉપરાંત 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેને પગલે ઉત્તરાયણમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત હાલ તો 26થી27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટા સાથે વાદળવાયુ વાતાવરણ પણ રહેવાની શક્યતા છે.
ઠંડીના ચમકારા સાથે માવઠાની આગાહી
ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને ઠંડી સાથે માવઠાની આગાહી પણ અંબાલાલે વ્યક્ત કરી છે.