આમ તો ઉનાળામાં સાપ નીકળે એ સ્વાભાવીક છે પણ જો સાપ કરડે તે….અંબાલાલ પટેલે કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં હાલ ઉનાળાની સિઝન ચાલુ થઇ ગઇ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વાદળછાયા વાતાવરણ સાથે ઘણા વિસ્તારો અને શહેરોમાં માવઠા થવાની તો ક્યાંક કરા પડવાની ઘટના સામે આવી રહી છે. વરસાદને કારણે જમીનમાં બાફ વધવાથી સરીસૃપો એટલે કે એવા પ્રાણી કે જેને આપણે દળચર પણ કહીએ તે અને જંતુઓ બહાર આવે છે.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હાલમાં જ માવઠાની આગાહી વ્યક્ત કરી હતી. વરસાદ આવશે તેને કારણે સાપ જેવા જળચર પ્રાણીનો ઉપદ્રવ વધશે.લોકોએ સર્પદંશના કિસ્સાથી ધ્યાન રાખવું પડશે. ત્યારે હવે તેમનું કહેવુ છે કે સાપ એક ગભરું પ્રાણી છે અને તેને સતાવવો ન જોઈએ. તેમણે કહ્યુ- ઉનાળામાં સાપ નીકળે એ સ્વાભાવિક છે પણ કરડશે તેવું નક્કી ન કહી શકાય. તેમણે કહ્યુ કે, મારા નામે મેસેજ ફરતા થયા છે કે સાપ કરડવાના બનાવ અંગે, પણ તેને આગાહી ના કહી શકાય. કારણ કે વરસાદને કારણે જે સ્વાભાવિક વસ્તુ થાય છે, પણ તે ચોક્કસપણે કરડશે જ તેવું ના કહી શકાય. આવી ભ્રમણા ફેલાવવી ગુનો બને છે.

ગ્લોબલ વોર્મિંગ મામલે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી અને તેમણે આ દરમિયાન જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગોળાર્ધમાં બનતી વરસાદની સ્થિતિ અને જળવાયુનું ગરમ થવું, ઠંડુ પડવું તેમજ બંગાળના સાગર અને અરબ સાગરમાં તાપમાનની સ્થિતિ અને ગંગા જમનાના મેદાન તપવા તેમજ આફ્રિકાથી પવનો વગેરેની પણ અસર થતી હોય છે.

ભૂતકાળમાં પણ ભયાનક દુકાળો પડેલા છે. કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વધી રહી છે ત્યારે ભારતના મોસમ પર, દુનિયાની મોસમમાં ફેરફાર થઈ રહ્યો છે. પણ ગ્લોબલ વોર્મીંગની ભારતમાં ચર્ચા થાય છે ત્યારે પાછલા વર્ષોમાં તો વરસાદ સારો થયો છે. તેઓએ કહ્યુ કે, હાલમાં માર્ચ મહિનામાં ગરમી પડવી જોઈએ અને તેના બદલે ઈરાન તરફથી આવતા પવનો ભારતીય મોસમને પ્રભાવિત કરી રહ્યા છે. માર્ચ મહિનામાં માવઠા થઇ રહ્યા છે અને આ મામલે વૈજ્ઞાનીકો દ્વારા તારણ રજૂ થવું જોઈએ.

સામાન્ય રીતે તો ઉનાળાની ગરમી વધે અને ચોમાસુ આવવાનું થાય ત્યારે પશુ પંખીઓની ચેષ્ટામાં પણ ફેરફાર થતો હોય છે અને દળચર પ્રાણીઓ બહાર નીકળતા હોય છે. 30 અને 31 માર્ચના રોજ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતાની આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને આ ઉપરાંત 4થી8 એપ્રિલ તેમજ 14 એપ્રિલ સુધીમાં પણ વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. 26 એપ્રિલ પછી ગરમી વધ્યા બાગ અખાત્રીજની આસપાસ હવામાનમાં પલટો આવતો હોવાને કારણે 8મે આસપાસ વંટોળોનું પ્રમાણ વધે તેવી આગાહી સુર્ય નક્ષત્રને આધારે કરવામાં આવી છે.

Shah Jina