અંબાજી જતા 7 પદયાત્રીઓને કચડનાર મામલે મોટો ખુલાસો, સાંભળી તમે પણ તમારા મોઢા પર કરી લેશો પાણીનો છંટકાવ

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર અનેક લોકો મોતને ભેટતા હોય છે. આવા કિસ્સાઓમાં મોટાભાગે ચાલકની બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે આજે સવારે જ એક અકસ્માતની ખબર સામે આવી હતી.

જેમાં કાલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો અને રસ્તામાં તેઓ થોડીવાર થાક ખાવા કેટલાક પદયાત્રીઓ રોડની સાઈડમાં બેઠા હતા તો કેટલાક અંબાજી જવા આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક એક ઈનોવા કાર પૂરપાટ ઝડપે આવી અને ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ. જો કે, આ ભયંકર દુર્ઘટનામાં 7 પદયાત્રીઓના કાર સાથે કચડાવાને કારણે મોત થયાં છે તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત છે.

.આ મામલે એક ખુલાસો થયો છે, જેમાં એવું સામે આવ્યુ છે કે, 7 લોકોનો ભોગ લેનારી કારનો ડ્રાઈવર સતત 20 કલાકથી કાર ચાલવી રહ્યો હતો. તે પુણેથી ઉદયપુર જઈ રહ્યો હતો અને ઊંઘ ન મળતાં અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે કાર સીધી ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ હતી. ઉલ્લેખનીય છે કે,

જો કાર પિલ્લર સાથે અથડાઈ ન હોત તો વધુ લોકોના મોત થયા હોત. આ કાર મહારાષ્ટ્ર પાસિંગની હતી, જેનો નંબર MH 03 CK 0178 હતો. અકસ્માત સ્થળની એડિશનલ કલેકટર અને એસપીએ મુલાકાત લીધી હતી. અકસ્માત વિશે અરવલ્લીના એસપીએ જણાવ્યુ કે, હાઈવે પર વાહનોની સ્પીડ લિમિટને લઈને કાર્યવાહી કરીશું. પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા પોઇન્ટ ગોઠવાશે.

ઘટનાને લઈને સ્થાનિકો સમેત પરિવરમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કરીને મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પોલીસે આ ઘટના અંગે એફએસએલ અને વાહન વ્યવહાર નિરીક્ષક દ્વારા પણ ઘટના અભિપ્રાય મેળવીને ઘટના અંગે આરોપી કાર ચાલક સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર એક્સિડન્ટમાં CM એ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના ખુબ જ દુઃખદ છે. આ ઘટનામાં પોતાની જાન ગુમાવનારા શ્રદ્ધાળુઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

Shah Jina