મહિન્દ્રા અને અમેઝોન વચ્ચે થઇ ઇલેક્ટ્રિક વાહનોને લઈને મોટી ડીલ, આ 7 શહેરોને થશે ફાયદો, અમદાવાદ પણ તેમાં છે સામેલ

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જે પ્રકારે વધી રહ્યા છે, તેને લઈને હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે. ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બીજા વિકલ્પ તરીકે ઇલકેટ્રીક વાહનોની પસંદગી કરવામાં આવે ત્યારે હવે અમેઝોન અને મહિન્દ્રાની વચ્ચે એક ડિલની જાહેરાત થઇ છે.

ઇલેક્ટ્રિક ગાડીઓને લઈને વધતા ક્રેઝને જોતા આજે એમઝોન ઇન્ડિયાએ મહિન્દ્રા ઇલેક્ટ્રિક સાથે એક કરારની જાહેરાત કરી છે. અમેઝોન ઇન્ડિયાએ મહિન્દ્રા ઇલેક્ટ્રિકના ઈવીને પોતાના ડીલેવરી નેટવર્કમાં જોડ્યું છે.

Image Source

આ ડીલ અંતર્ગત અમેઝોન દ્વારા લગભગ 100 Mahindra Treo Zor EVsને દેશના સાત પ્રમુખ શેરોમાં પોતાની ડિલિવરી નેવર્ક સાથે જોડ્યું છે. મતલબ કે અમેઝોન પોતાની પ્રોડ્કટની ડીલેવરી માટે આ ગાડીઓનો ઉપયોગ કરશે.

Image Source

આ ડિલની અંદર બેંગ્લુરુ, નવી દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ, ભોપાલ,ઇન્દોર લખનઉમાં Mahindra Treo Zorના નેવર્ક સાથે જોડવામાં આવ્યા છે. આ ગાડીઓને અમેઝોન ઇન્ડિયા દ્વારા ડિલિવરી સર્વિસ પાર્ટનર્સના નેટવર્કમાં તૈનાત કરી છે.

Image Source

આજે જે ડિલની જાહેરાત કરવામાં આવી છે તેની ઈંટ ગયા વર્ષે જ રાખી દેવામાં આવી હતી. જયારે અમેઝોનના મલિક જેફ બેજોસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તે પોતાના ડિલિવરી નેટવર્કમાં લગભગ 10 હજાર ઇલેક્ટ્રિક ગાડીઓને જોડશે. ઈ કોમર્સ કંપની અમેઝોન પ્રમાણે વર્ષ 2025 સુધી લગભગ 10 હજાર ઇલેક્ટ્રિક ગાડીઓને સામેલ કરશે.

Niraj Patel