16 દિવસ બાદ ઘરે આવ્યા પુષ્પા ફેમ અલ્લૂ અર્જુન તો પિતાની રાહ જોઇ રહેલી લાડલી દીકરીએ એવી રીતે કર્યુ સ્વાગત કે તમે પણ કહેશો… So cute

દીકરીના શાનદાર સ્વાગતે અલ્લૂ અર્જુનને કરી દીધા ભાવુક, એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ- વિદેશથી 16 દિવસ બાદ પરત ફરવા પર, સૌથી પ્રેમાળ સ્વાગત

પુષ્પા ધ રાઇઝ ફિલ્મના પહેલા ભાગે સફળતાના ઘણા નવા આયામોને સ્પર્શ કર્યા છે. આ ફિલ્મે દરેક ભાષામાં જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મને સફળ બનાવવાના તેમના મિશનને પૂર્ણ કર્યા બાદ કદાચ હવે ફિલ્મની ટીમે રાહતનો શ્વાસ લીધો હશે. ફિલ્મના પ્રમોશનથી લઈને તેની સફળતા સુધી ઘણી પાર્ટીઓ કરવામાં આવી હતી, પરંતુ હવે ઘરે પરત ફરવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય આવી ગયો અને તેથી જ ફિલ્મમાં પોતાના અભિનયને કારણે ચર્ચામાં રહેલા સાઉથ આઈકોન અલ્લુ અર્જુન થોડા સમય માટે ફિલ્મી દુનિયા છોડીને પોતાના અંગત જીવનમાં પરત ફર્યા છે.

જ્યારે સાઉથનો સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુન 16 દિવસના શૂટિંગ પછી ઘરે પરત ફર્યો ત્યારે તેની લાડલી દીકરી અરહાએ તેનું ખૂબ જ ખાસ રીતે સ્વાગત કર્યું. અલ્લુ અર્જુને તેની ઈન્સ્ટા પોસ્ટ પર એક તસવીર શેર કરી હતી. ફિલ્મ પુષ્પાના લીડ એક્ટર અલ્લુ અર્જુને શેર કરેલ તસવીરમાં ફૂલોથી ‘વેલકમ નાના’ લખેલું જોવા મળે છે અને તેની દીકરી સામે ઉભેલી જોવા મળે છે. આ પોસ્ટ શેર કરતાં અલ્લુ અર્જુને લખ્યું- 16 દિવસ પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારું આ ખાસ પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પોસ્ટને થોડા જ સમયમાં 13 લાખથી વધુ લાઈક્સ મળી હતી. કોમેન્ટ સેક્શનમાં લોકો અલ્લુ અર્જુનના બાળકોના વખાણ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું- તમારા બાળકો તમને ખૂબ પ્રેમ કરે છે. આ પોસ્ટ સિવાય અલ્લુ અર્જુને તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેની દીકરી તેને તમિલમાં કંઈક કહેતી જોવા મળી રહી છે. અલ્લુ અર્જુનની પુત્રીનું નામ અરહા અને પુત્રનું નામ અયાન છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા બ્લોકબસ્ટર હિટ રહી છે. આ ફિલ્મની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.અલ્લુ અર્જુને વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. બંનેને 2 બાળકો છે. પુત્રનું નામ અયાન અને પુત્રીનું નામ અરહા છે. અરહા ટૂંક સમયમાં ફિલ્મ શાકુંતલમમાં કામ કરતા જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે અલ્લુ અને તેની પુત્રી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

અલ્લુ અર્જુનને એવા અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે જેઓ તેમના વ્યવસાયિક જીવનની સાથે સાથે તેમના અંગત જીવનથી પણ સંતુષ્ટ છે. સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા પછી, તેઓ બંને બે સુંદર બાળકો અલ્લુ અરહા અને અલ્લુ અયાનના માતા પિતા બન્યા.

Shah Jina