સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના ઘરની તસવીરો જોઈને ઉડી જશે હોશ, અમિતાભથી લઈને શાહરૂખના ઘર પણ છે તેની આગળ ફેઈલ

ફિલ્મોમાં કરોડો રૂપિયાની કમાણી કરનારો અલ્લુ અર્જુન રહે છે આ આલીશાન મહેલ જેવા ઘરમાં, અંદરની તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો…

બોલીવુડની ફિલ્મોની જેમ જ દેશભરમાં લોકો સાઉથની ફિલ્મોના પણ દીવાના હોય છે અને તેમાં પણ કેટલાક કલાકારો તો બોલીવુડના કલાકારો કરતા પણ વધારે ખ્યાતનામ હોય છે. દુનિયાભરમાં તેમના ચાહકો રહેલા છે અને તેમની એક એક પળની જાણકારી તેઓ મેળવવા માંગે છે.

સાઉથના એવા જ એક અભિનેતાના પણ લાખો ચાહકો છે. આ અભિનેતાનું નામ છે અલ્લુ અર્જુન. જે આજે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. અલ્લુ અર્જુન સૌથી મોંઘો અને સૌથી વધુ ફીસ લેનારો અભિનેતા છે.

અલ્લુ અર્જુને પોતાની કમાણીનો સૌથી મોટો ભાગ પોતાના ઘર ઉપર જ ખર્ચ કર્યો છે. આજે અમે તમને અલ્લુ અર્જુનના એ સહનદાર ઘરની અંદરનો નજારો બતાવીશું અને જણાવીશું કે અલ્લુ કેવા શાનદાર ઘરમાં રહે છે.

અલ્લુ અર્જુન પોતાના પરિવાર સાથે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલા તેના આલીશાન ઘરની અંદર રહે છે.

અલ્લુ અર્જુનનો આ બંગલો બે માળનો છે. જે ફૂલ છોડથી ઘેરાયેલો છે. તેના ઘરની અંદર એ બધી જ સુવિધાઓ છે જે એક લૈવીશ લાઇફસ્ટાઇલ માટે જરૂર હોય છે.

તેના ઘરમાં એક સ્પેસીયસ લિવિંગ રૂમ છે. જે ખુબ જ ક્લાસી છે. તેના આ લિવિંગ રૂમની અંદર સફેદ માર્બલ આ ઘરને શાઈનિંગ અને સ્પેસીયસ બનાવી રહ્યો છે.

અભિનેતા અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહાએ તેમના લિવિંગ રૂમને ગોલ્ડન કૌચલેસ, ગોલ્ડન કુશન્સ અને છોડથી સજાવ્યો છે.

આ ઉપરાંત આ સ્ટાર કપલના લિવિંગ રૂમની અંદર એક બીજો ડાર્ક ચોકલેટી કલર કાઉચ છે. જેને મેચિંગ રંગના ટેબલ અને ગોલ્ડન કુશન્સ સાથે ક્લાસી લુક આપવામાં આવ્યો છે.

તેના લિવિંગ રૂમની અંદર ઓપન વુડ કબાટ પણ છે. જેમાં ફૂલોના નાના નાના છોડ અને ફેમેલીની તસવીરો સજાવવામાં આવી છે.

આ ઘરને બાળકો માટે પણ ખાસ રીતે સજાવવામાં આવ્યું છે. બાળકોના રૂમની અંદર અલગ અલગ થીમ પણ રાખવામાં આવ્યા છે.

ઘરની અંદર એક મોટો બગીચો પણ છે. અલ્લુના આલીશાન ઘરની આગળ બોલીવુડના મોટા મોટા કલાકારોના ઘર પણ ફેઈલ લાગશે.

કરોડો રૂપિયાની કમાણી કરનારો અલ્લુ અર્જુન પોતાની વૈભવી લાઈફ સ્ટાઇલમાં જરા પણ કમી નથી આવવા દેતો. તે આલીશાન લાઈફ જીવે છે. અને આ વાત તેના ઘરને જોઈને કહી શકાય છે.

Niraj Patel