લાંબા સમયથી અફવાઓ ચાલી રહ્યા બાદ હવે સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનો શુભ સમય ખરેખર નજીક આવી ગયો છે. રણબીર કપૂરના ઘર ‘વાસ્તુ’માં બંનેના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે એટલે કે 13મી એપ્રિલ 2022થી તેમની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઇ છે. બપોરે 2 વાગ્યે, રણબીરના પાલી હિલ સ્થિત ઘર ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’માં સ્વર્ગસ્થ ઋષિ કપૂરની યાદમાં એક નાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંનેના પરિવારના સભ્યો સામેલ થયા હતા. આ પછી ગણેશ પૂજા થઈ અને હવે આ કપલ એપાર્ટમેન્ટમાં મહેંદી-પીઠી જેવી પ્રી-વેડિંગ સેરેમની કરશે.
સેરેમની પછી રણબીર-આલિયા પંજાબી રીત-રિવાજો અનુસાર આ ઘરમાં 14 એપ્રિલે લગ્ન કરી શકે છે. લગ્ન પહેલા મહેમાનો આવવા લાગ્યા છે. આલિયા ભટ્ટના ભાઈઓ રાહુલ ભટ્ટ અને નિખિલ નંદા પણ રણબીર કપૂરના ઘરે પહોંચ્યા હતા. રણબીરનો મિત્ર અયાન મુખર્જી અને ભાઈ આધાર જૈન સેરેમની માટે વાસ્તુ એપાર્ટમેન્ટ્સ પહોંચ્યા હતા. એવી શક્યતા સેવાઇ રહી છે કે, આલિયા અને રણબીર આજે લગ્નની તારીખની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
રણબીર કપૂરની બહેનો કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર પણ વાસ્તુ એપાર્ટમેન્ટ્સ પહોંચી ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’ લાઈટોથી સજાવવામાં આવ્યું છે. રણબીરની માતા નીતુ કપૂર, બહેન રિદ્ધિમા અને તેની પુત્રી પૂજા વિધિ માટે વાસ્તુ એપાર્ટમેન્ટની બહાર જોવા મળી હતી. નીતુ-રિદ્ધિમા અને સમારા ત્રણેય ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.
રણબીરની ફોઇ રીમા જૈન પણ પૂજા વિધિ માટે ઘરની બહાર જોવા મળી હતી. તેમણે કપલની હલ્દી સેરેમની માટે પીળા રંગનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. આ સિવાય ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’માં મહેમાનો પણ આવી રહ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ ઉપરાંત બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વાસ્તુ એપાર્ટમેન્ટમાં આવનાર દરેક વ્યક્તિના મોબાઈલ ફોનના કેમેરાને ટેપ લગાવીને સ્વીચ ઓફ કરવામાં આવી રહ્યા છે જેથી કોઈ વિધિના ફોટા અને વીડિયો લીક ન કરી શકે.
લગ્નમાં VIP ગેસ્ટની સુરક્ષા અને ગોપનીયતા માટે 250થી વધુ બાઉન્સર પણ તૈનાત કરવામાં આવશે. લગ્ન માટે ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’ ઉપરાંત ‘કૃષ્ણ રાજ બંગલો’, ‘આરકે હાઉસ’ અને ‘આરકે સ્ટુડિયો’ને પણ લાઇટ્સ અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. તેમના ફોટા અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. કપૂર પરિવાર ખાવાનો ખૂબ શોખીન છે. આ જ કારણ છે કે નીતુ કપૂરે પોતાના પુત્રના લગ્ન માટે દિલ્હી અને લખનૌથી ખાસ શેફને હાયર કર્યા છે. લગ્નના મેનુમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેનૂ હશે. સાથે જ દિલ્હીની ખાસ ચાટનું કાઉન્ટર પણ હશે.
આલિયા વેગન છે, તેથી લગ્નમાં વેગન અને વેજિટેરિયન ફૂડ્સના 25 કાઉન્ટર પણ હશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. બંનેના લગ્નને લઈને ફેન્સ પણ ઉત્સાહિત છે. તેઓ લગ્ન સંબંધિત દરેક અપડેટ વિશે જાણવા માંગે છે. સાથે જ બંનેના લગ્નના ફોટા જોવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આરકે સ્ટુડિયો અને રણબીરના ઘરના વીડિયો થોડા દિવસોથી ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સ્ટુડિયો અને ઘરને નવી નવેલી દુલ્હનની જેમ ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યા છે.
રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્નની ગોપનીયતા જાળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્નના સ્થળથી લઈને વિધિની તારીખ સુધી તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવી રહી છે. દરેક મુલાકાતી મહેમાનોએ પણ આ ગોપનીયતા જાળવવી પડશે. સિક્યોરિટી યુનિટની નજીક સ્ટીકરોના રોલ આપવામાં આવ્યા છે અને હવે આવનારા તમામ મહેમાનોના મોબાઈલ કેમેરાને કવર કરવામાં આવશે. રણબીર આલિયાના લગ્નના ફંક્શન શરૂ થઇ ગયા છે. જો કે પરિવાર કે રણબીર અને આલિયા તરફથી હજુ સુધી લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, રણબીર-આલિયાએ લગ્નની ટીમ સાથે નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ (NDA) પર હસ્તાક્ષર કર્યા છે. આ મુજબ, ટીમને કપલની પ્રી-વેડિંગ સેરેમની અને વેડિંગનો કોઈ ફોટો કે વીડિયો શેર કરવાની મંજૂરી નથી. આ કપલના પર્સનલ મેક-અપ આર્ટિસ્ટ અને સ્ટાઈલિશ પણ લગ્નમાં હાજરી આપી રહ્યા છે. તેમને એનડીએમાં પણ સાઈન કરવામાં આવ્યા છે. લગ્નની ટીમે પણ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર હેઠળ, તે બધા લગ્ન વિશે વાત પણ કરી શકશે નહીં.
એવું કહેવામાં આવી રહ્યુ છે કે, લગ્ન પછી, કપલ મુંબઈના ‘તાજમહેલ પેલેસ’ અથવા ‘ગ્રાન્ડ હયાત’માં રિસેપ્શન પણ યોજશે, જેમાં બંનેના પરિવાર, મિત્રો સહિત ઘણા સેલેબ્સ હાજરી આપશે. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં આલિયા તેના નજીકના મિત્ર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ આઉટફિટ પહેરશે. લગ્ન પહેલાની વિધિઓ જેમ કે પૂજા, હલ્દી-મહેંદી, સંગીત અને માત્ર તેમના પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને કેટલાક સેલેબ્સ લગ્નમાં હાજરી આપશે.
View this post on Instagram
કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ ઈન્ટિમેટ વેડિંગમાં માત્ર 28 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી મુંબઈની શ્રેષ્ઠ સુરક્ષા દળ ‘9/11’ એજન્સીને આપવામાં આવી છે. આલિયા અને રણબીરના મિત્ર તેમજ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું નિર્દેશન કરનાર ડિરેક્ટર અયાન મુખર્જીએ બંનેના લગ્નની પુષ્ટિ કરી છે. અયાને ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે સંબંધિત રણબીર અને આલિયાનો એક વીડિયો શેર કર્યો હતો.
View this post on Instagram
તેની સાથે લખ્યું હતું કે, રણબીર અને આલિયા, મારા સૌથી નજીકના મિત્રો, મારું સુખી સ્થળ અને મારું સલામત સ્થળ. બંને સાથે સંબંધિત એક વીડિયો શેર કરી રહ્યો છું, જે અમારા ગીત કેસરિયા સાથે સંબંધિત છે. આ તેના માટે અને દરેક માટે ભેટ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે બંને હવે તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે.