ધોતી કુર્તામાં સજ્જ થઈને અયોધ્યા જવા રવાના થયો રણબીર કપૂર, સાડીમાં સજ્જ જોવા મળી આલિયા ભટ્ટ, જોઈને ચાહકો બોલ્યા, “દિલ જીતી લીધું…”

સવાર થતા જ સફેદ ધોતી, બ્લુ સાડીમાં આલિયા ભટ્ટ પણ રામલલાના દર્શન માટે પહોંચી, ચાહકો બોલ્યા, “દિલ જીતી લીધું…”

Alia Ranbir arrives in Ayodhya : આજનો દિવસ ભારત દેશ માટે એક ઐતિહાસિક દિવસ બની જવાનો છે. કારણ કે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે સપનું દેશવાસીઓએ 500 વર્ષ સુધી જોયું હતું તે આજે પૂર્ણ થવાનું છે. અને તેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રસંગમાં સામેલ થવા માટે દેશ અને વિદેશથી ઘણા બધા સેલેબ્સ આવી રહ્યા છે અને તેમાં બોલીવુડના પણ ઘણા બધા મોટા મોટા સ્ટાર્સ પણ અયોધ્યા પહોંચ્યા છે.

આલિયા, રણબીર અને રોહિત એરપોર્ટ પર :

રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આવેલા રણબીર કપૂરે દિલ જીતી લીધું. મુંબઈ એરપોર્ટ પર રણબીર કપૂર આલિયા અને રોહિત શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. તે હંમેશા એરપોર્ટ પર જોવા મળે છે પરંતુ તેનો લુક એટલો ખાસ હતો કે તેને જોવાની જ મજા આવતી હતી. જાન્યુઆરીની કડકડતી ઠંડીને અવગણીને રણબીરે આ પ્રસંગને મહત્વ આપ્યું.

રણબીરના લુકે જીત્યા દિલ :

રણબીર સફેદ ધોતી અને કુર્તામાં જોવા મળ્યો હતો. રણબીરને જોઈને બધાએ કહ્યું કે જો રણબીર કપૂરને ખરેખર નીતિશ તિવારીની રામાયણમાં રામના રોલમાં સાઈન કરવામાં આવ્યો હોય તો તેણે સારું કામ કર્યું છે. રણબીર સાથે આલિયા ભટ્ટ અને રોહિત શેટ્ટી પણ હતા.

આલિયા બ્લુ સાડીમાં જોવા મળી :

આલિયા બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી. રોહિત શેટ્ટીએ કુર્તા પાયજામા અને તેની સાથે જેકેટ પણ પહેર્યું હતું. પરંતુ ભાઈ રણબીર કપૂરે અજાયબી કરી બતાવી. આ લુકમાં તે ખૂબ જ સારો લાગી રહ્યો હતો. રણબીરે તેના ધોતી કુર્તા સાથે શાલ ઓઢી હતી.

ચાહકોને પસંદ આવ્યો રણબીરનો લુક :

રણબીરના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક ચાહકે લખ્યું, રણબીરે બતાવ્યું છે કે તે ફિલ્મમાં શ્રી રામનો રોલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેને જોઈને લાગે છે કે તે તેની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપશે.

પ્રસંગ અનુસાર પોશાક :

મોટા ભાગના લોકોને ગમ્યું કે રણબીરે પ્રસંગ અનુસાર ખૂબ જ સારો પોશાક પસંદ કર્યો. એક પ્રશંસકે લખ્યું, જો રણબીર જીન્સ પહેરીને ગયો હોત તો શું થાત… પરંતુ તેણે આ ખાસ અવસર પર પોતાના લુકથી દિલ જીતી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel