બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર ગયા મહિને 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા હતા. આલિયા અને રણબીરે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં મુંબઈમાં ઘરે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. ત્યારે આજે એટલે કે 14 મેના રોજ કપલના લગ્નને એક મહિનો થ ગયો છે અને આ ખાસ અવસર પર અભિનેત્રીએ તેના પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
આ તસવીરો તેમના લગ્નના ફંક્શનની છે, જે હજી સુધી સામે આવી ન હતી. આલિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પર યુઝર્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે એક મહિનાની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક અનસીન ફોટો પોસ્ટ કર્યા છે. તસવીરોમાં કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યું છે.
એક ફોટોમાં રણવીર આલિયાને પાછળથી ગળે લગાવી રહ્યો છે. આલિયા ભટ્ટે તસવીરો સાથે કેપ્શનમાં કંઈ લખ્યું નથી, માત્ર ઈમોજી પોસ્ટ કર્યા છે. એક મીડિયા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, રોમિયો એન્ડ જુલિયટ.અન્ય એક યુઝરે લખ્યું, આખરે આલિયાએ પતિ રણબીર કપૂર સાથેની તસવીરો પોસ્ટ કરી. પ્રથમ તસવીરમાં આલિયા લાલ સૂટમાં પતિની આંખોમાં આંખ મળાવી જોતી જોવા મળે છે.
બીજી તસવીરમાં રણબીર આલિયાને પાછળથી હગ કરતો જોવા મળે છે. ત્રીજી તસવીર લગ્ન પછી રિસેપ્શન પાર્ટીની છે. બંનેની આ તસવીરોને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહ્યા હતા.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના અલગ-અલગ ફંક્શનની તસવીરો હજુ પણ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગભગ 4 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ સિવાય આલિયા ભટ્ટ અને રણબીર અયાન મુખર્જીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે.
આ ફિલ્મ સિવાય આલિયા કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં કામ કરતી જોવા મળશે. ત્યાં, રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના જોવા મળશે. આ ફિલ્મ સિવાય રણબીર કપૂર વાણી કપૂર અને સંજય દત્ત સાથે ફિલ્મ ‘શમશેરા’માં કામ કરતો જોવા મળશે.