BREAKING : આલિયા ભટ્ટ બની ગઈ મમ્મી, કપૂર પરિવારમાં ખુશીનો માહોલ

બોલિવૂડ ટોપ કપલ જોડીમાં અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માતા-પિતા બની ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રી આલિયા આજે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે અને આ માટે તે HN રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ થઈ છે. પહેલાં એવી ચર્ચા હતી કે, આલિયા નવેમ્બર મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં બાળકને જન્મ આપવાની છે.

જયારે આ સુપર ફેમસ કપલ હોસ્પિટલ ગયું તે પહેલા ગેટની બહાર ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. થોડા દિવસ પહેલા જ એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે તેમની ડિલીવરીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. આ સાથે જ અભિનેત્રીએ ડિલિવરી માટે એચ.એન. રિલાયન્સ હોસ્પિટલની પસંદગી કરી હતી અને તેના નામે એક રૂમ પણ બુક કરવામાં આવ્યો હતો.

આ હોસ્પિટલ મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે. આ જ હોસ્પિટલમાં રિશી કપૂર એડમિટ હતા અને તેમણે અહીંયા અંતિમ શ્વાસ લીધા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મે ધોમ કામની કરી છે પણ અમુક ચાહકો સોશિયલ મીડિયા પર બ્રહ્માસ્ત્રની વાર્તાને લઈને મેકર્સ પર નિશાન સાધી રહ્યા છે.

આલિયાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર-આલિયા ઉપરાંત ધર્મેન્દ્ર, શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મ ઝી લે જારમાં કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળવાની છે. આલિયા ભટ્ટ રણબીરને બેબી ગર્લ આવી છે. અભિનેત્રીને સવારમાં 7 30 માં ડિલિવરી થઇ.

YC