હજુ તો બાળકને જન્મ આપ્યાને 4 મહિના પુરા નથી થયા ત્યાં જ આલિયા ભટ્ટે “નાટુ નાટુ” ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે જોઈને લોકોની આંખો થઇ ચાર

સાડી પહેરીને આલિયા ભટ્ટ “RRR” ફિલ્મના લોકપ્રિય ગીત પર મન મૂકીને નાચી, જોઈને લોકો બોલ્યા.. “કોણ કહેશે કે આને 4 મહિના પહેલા જ એક બાળકને જન્મ આપ્યો છે…” જુઓ વીડિયો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી આલિયા ભટ્ટ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે તેને 4 મહિના પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે અને તેનું નામ તમેને “રાહા” રાખ્યું છે. ત્યારે બાળકને જન્મ આપ્યા બાદ જ આલિયા પોતાના કામ પર પણ પરત ફરી છે અને તેને પોતાનો લુક પણ પહેલા જેવો જ કરી નાખ્યો છે.

ત્યારે હાલમાં જ મમ્મી બનેલી આલિયા ભટ્ટનો એક સિઝલિંગ નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે “નાટુ નાટુ” ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આલિયા સાડીમાં પૂરી એનર્જી સાથે ડાન્સ કરી રહી છે. તેના ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની ફેવરિટ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.

આલિયાએ ગયા રવિવારે ‘ઝી સિનેમા એવોર્ડ 2023’ ફંક્શનમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં તેણે ફેમસ ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરીને બધાને પોતાના દિવાના બનાવી દીધા હતા. છેલ્લા વીડિયોમાં આયુષ્માન ખુરાના અને તેનો ભાઈ અપારશક્તિ ખુરાના પણ આલિયાની સાથે ડાન્સ કરતા જોવા મળે છે. એક્ટ્રેસનો આ ડાન્સ એનર્જીથી ભરપૂર છે અને વીડિયોના અંત સુધી તેના પગ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટે તેની સુપરહિટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાબારી’ના ગીત ‘ઢોલીડા’ પર ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી, જેમાં તેની સ્ટાઇલ ફિલ્મની ગંગુબાઈ જેવી જ હતી. આલિયાએ પોતાની એન્ટ્રી સાથે ત્યાં હાજર બધાને મનાવી લીધા. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ જુનિયર NTR અને રામચરણની ફિલ્મ ‘RRR’માં પણ જોવા મળી હતી. તેણે તેમાં રામ ચરણની પત્નીનો રોલ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલીએ કર્યું હતું.

આલિયા ભટ્ટના કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘જી લે ઝરા’ ફિલ્મોમાં જોવા મળશે. આલિયા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટની આ ફિલ્મ 28 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થશે.

Niraj Patel