ગોવર્ધનની પરિક્રમા કરીને આવી રહેલા એક જ પરિવારના 8 સભ્યો ઉપર કાળ બનીને આવ્યો ટ્રક, 5ના મોત 3 ઘાયલ

દેશભરમાંથી અકસ્માતના ઘણા કિસ્સાઓ રોજ બરોજ સામે આવવા લાગ્યા છે. જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. હસી ખૂહસી ફરવા માટે જઈ રહેલા લોકોને ક્યારે કાળ બનીને અકસ્માત નડતો હોય છે અને તે ક્યારે મોતને ભેટી જાય કઈ કહેવાય એમ નથી. ત્યારે હાલ એવો જ એક અકસ્માત સામે આવ્યો છે જેમાં પરિવારના 5 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત રાજસ્થાનના અલવરમાં થયો છે. જેમાં અલવર જિલ્લાના કઠૂમરમાં 15 ઓગસ્ટ રવિવારના રોજ રોડ દુર્ઘટનમાં એક જ પરિવારના 5 લોકોના મોત થઇ ગયા અને 3 લોકો  ઘાયલ થઇ ગયા છે. અલવરના માલખેડા ક્ષેત્રના રહેવા વાળા એક જ પરિવારના 8 લોકો ગોવર્ધનની પરિક્રમા કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે જ તેમની સાથે આ અકસ્માત સર્જાયો હતો.

મૃત્યુ પામેલા લોકોમાં એક મહિલા અને બાળક પણ સામેલ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે અલવર રેફર કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણકારી મૃતકના પરિવારજનોને આપી દેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને શબને પોતાના કબ્જામાં લઇ લીધા છે.

પોલીસે જણાવ્યું કે કારના ડ્રાઈવરને અચાનક ઊંઘનું ઝોકું આવી ગયું જેના કારણે  ગાડી એક ટ્રોલી સાથે અથડાઈ હતી. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે આસપાસના ક્ષેત્રોમાં ધમાકાનો અવાજ પણ આવ્યો. આ દુર્ઘટનાને જોનારા લોકોએ કહ્યું કે અવાજ એટલો જોરદાર આવ્યો હતો કે જેના બાદ તે રોડ ઉપર પહોંચ્યા અને ઘટનાની જાણકારી પોલીસને આપી.

Niraj Patel