અખાત્રીજ પર બની રહ્યો છે ગજકેસરી યોગ, ચંદ્ર ગુરૂ બનાવશે ગજકેસરી યોગ,આ રાશિઓની ચમકશે કિસ્મત! થશે ધન લાભ

100 વર્ષ બાદ અક્ષય તૃતીયાના દિવસે બની રહ્યો છે દુર્લભ રાજયોગ! 3 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે,થઈ જશો માલામાલ

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે અખાત્રીજને શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ દિવસે યોગ્ય વિધિઓ અને સાચા હૃદયથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. ઉપરાંત, બાકી રહેલા કામ પૂર્ણ થવા લાગે છે. આ દિવસે કોઈપણ મુહૂર્ત જોયા વગરશુભ અને માંગલિક કાર્યો કરી શકાય છે.

આ વર્ષે અખાત્રીજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે ગ્રહોની સ્થિતિના હિસાબે ઘણા મોટા રાજયોગોનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાં હોય ત્યારે આ રાજયોગ રચાય છે.ગુરુ અને ચંદ્ર વૃષભ રાશિમાં ગજકેસરી નામનો શુભ યોગ બનાવશે. આ યોગની રચનાને કારણે કેટલીક રાશિઓને શુભ લાભ મળી શકે છે. આ રાશિના જાતકો કરિયરના ક્ષેત્રમાં પણ પ્રગતિ કરશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે પણ અખાત્રીજનો દિવસ ખૂબ જ સારો રહી શકે છે. તમારાપર કુબેરજી અને માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. જેનાથી તમને બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ સફળતા સાથે ધનલાભ થઇ શકે છે. તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો છો. કરિયર ક્ષેત્ર સાથે જોડાયેલ તમારો કોઈપણ નિર્ણય સાચો સાબિત થશે. તમારું માન અને સન્માન વધી શકે છે. સાથે જ આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે. પરિણામે તમે ઘણી ધાર્મિક જગ્યાઓ પર જઈ શકો છો. વિવાહિત જીવનમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.

સિંહ રાશિ
આ રાશિના જાતકોને તેમની મહેનતનું પરિણામ મળી શકે છે. વ્યવસાયમાં પણ તમને લાભ થઇ શકે છે.તમારું ફસાયેલું ધન પરત મળી શકે છે. તમને કોઈ મોટો ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ થઇ શકે છે. આ દરમિયાન નોકરિયાત લોકોને ખૂબ લાભ થઇ શકે છે. તમને આધ્યાત્મમાં વધુ રસ પડે. તમારી પ્રગતિ થવાના સારા ચાન્સ છે. આ સમયગાળામાં ઘર, વાહન ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થઇ શકે છે.

ધન રાશિ
આ રાશિના જાતકો માટે અખાત્રીજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઇ શકે છે. સાથે જ માં લક્ષ્મીની કૃપાથી પ્રત્યેક ક્ષેત્રમાં અપાર સફળતા સાથે ધનલાભ પણ થઇ શકે છે. તમારા શત્રુ શાંત રહેશે. તેમજ તમે તમારા પ્રતિદ્વંદીઓ પર પોતાની મજબૂત પકડ બનાવી શકશો. નવો બિઝનેસ શરુ કરવા માટે આ સમય સારો સાબિત થઇ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમને ખૂબ જ લાભ મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળવાનો સમય આવી ચુક્યો છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

'મેં બીયરની જેં પેશાબ પીધો...' પરેશ રાવલ સવારે ઉઠીને પીતા હતા પોતાનું યૂરીન, દોઢ મહિના પછી રીપોર્ટ જોઇ હેરાન હતા ડોક્ટર

Next Article

સુરતનો અજીબોગરીબ કિસ્સો ! 23 વર્ષિય ટીચર 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ- ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢયું

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!