સુરતનો અજીબોગરીબ કિસ્સો ! 23 વર્ષિય ટીચર 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ- ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢયું

ગુજરાતમાંથી ઘણીવાર અજીબોગરીબ કિસ્સા સામે આવે છે, પરંતુ હાલમાં સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે અજીબોગરીબ હોવાની સાથે સાથે નવાઈ પમાડે તેવો પણ છે. બન્યુ એવું કે એક 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે શિક્ષિકા 11 વર્ષના બાળક સાથે સામાન સાથે જઇ રહી છે.

આ વિદ્યાર્થી એ શિક્ષિકા સાથે શાળા અને ટ્યૂશનમાં ભણતો હતો તેમજ તેઓ એક જ બિલ્ડિંગમાં રહે છે. હાલ તો બંને પરિવારના લોકો તેમની શોધ કરી રહ્યા છે. શિક્ષિકા તેના 11 વર્ષના કિશોર વિદ્યાર્થીને ભગાવી ગયાની વાતે તો પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢયું હતું. આ મામલાની ફરિયાદ 11 વર્ષના બાળકના પિતાએ કરી છે, તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેમના પુત્રનું અપહરણ થયું છે. તેમનો પુત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તે 11 વર્ષનો છે.

પુત્ર 25 તારીખે બપોરે ઘરની બહાર રમવા ગયો હતો અને તે બાદ પરત ન આવ્યો. સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યુ કે બાળકને નજીકમાં જ રહેતી અને ત્રણ વર્ષથી ટ્યુશન કરાવતી તેમજ બાળકની શાળામાં પણ શિક્ષિકા તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતી તેને ભગાડી જતી દેખાઈ. પોલીસે આ મામલે વધુ તપાસ કરતા બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પર સાંજે પાંચ વાગ્યે પહોંચ્યાની માહિતી મળી. જો કે, સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા પછી શિક્ષિકાએ તેનો ફોન બંધ કરી દીધો હતો. શિક્ષિકા બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થતી સીસીટીવીમાં જોઇ શકાય છે.

ઘર અને રેલવે સ્ટેશનના સીસીટીવીમાં શિક્ષિકા સાથે સામાન પણ દેખાય છે. પોલીસને એવી માહિતી મળી છે કે, શિક્ષિકાએ ખાનગી ટૂર ઓપરેટર પાસે એક પેકેજ બુક કરાવ્યું હતુ અને શિક્ષિકા પાસે સામાન બતો પરંતુ બાળક પાસે કોઈ સામાન નહોતો. એક દિવસ પહેલા પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી.

Previous Article

અખાત્રીજ પર બની રહ્યો છે ગજકેસરી યોગ, ચંદ્ર ગુરૂ બનાવશે ગજકેસરી યોગ,આ રાશિઓની ચમકશે કિસ્મત! થશે ધન લાભ

Next Article

કેનેડામાં ચાર દિવસથી લાપતા હતી ભારતની સ્ટુડન્ટ વંશિકા, હવે બીચ પર મળી લાશ, નેતાની દીકરી હતી, જુઓ તસવીરો

error: Unable To Copy Protected Content!