BREAKING: ‘ધ ફેમીલી મેન 3’ના એક્ટરનું નિધન, શંકાસ્પદ હાલતમાં જંગલમાંથી મળી લાશ- જુઓ તસવીરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. એક્ટર રોહિત બાસફોરનું દુઃખદ અવસાન થયું છે. તેમના અચાનક મોતથી ઇન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે. તે ગરભંગા ફોરેસ્ટ વોટરફોલ પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે આ પાછળ કોઈ કાવતરું હોઇ શકે છે. અહેવાલો અનુસાર, રવિવારે સાંજે તે તેના મિત્રો સાથે આસામના ગરભંગા જંગલમાં ફરવા ગયો હતો. તેના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે અને તપાસની માંગ કરી રહ્યો છે.

પ્રાઇમ વિડિયોની હિટ વેબ સિરીઝ ફેમિલી મેન 3માં પોતાની ભૂમિકાથી મજબૂત છાપ છોડનાર રોહિત બાસફોર હવે આ દુનિયામાં નથી રહ્યો. અહેવાલો અનુસાર, રોહિતનો મૃતદેહ 27 એપ્રિલના રોજ સાંજે આસામના ગરભંગા જંગલમાં એક ધોધ પાસે મળી આવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે તેના શરીર પર અનેક ઈજાના નિશાન હતા. રોહિત મિત્રો સાથે આસામની યાત્રા માટે બહાર ગયો હતો. તેણે પોતાના પરિવારને આ ટૂંકી સફર વિશે જણાવ્યું પણ હતુ.

જ્યારે પરિવારના સભ્યોએ તેને ફોન કર્યો, ત્યારે તેઓ તેનો સંપર્ક કરી શક્યા નહીં, ત્યારબાદ રોહિતના એક મિત્રએ પરિવારને તેના મૃત્યુ વિશે જાણ કરી. આ પછી પરિવારના સભ્યોને ખૂબ જ આઘાત લાગ્યો. SDRFની મદદથી પરિવારને રોહિતનો મૃતદેહ મળ્યો. રોહિતના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પરિવારના સભ્યોએ રોહિતના મૃત્યુ પર શંકા વ્યક્ત કરી છે.

બીજી તરફ, ઓડિશા બાઈટ્સના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું છે કે રોહિતનો થોડા દિવસો પહેલા પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. આ સમય દરમિયાન, રણજીત બાસફોર, ધરમ બાસફોર અને અશોક બાસફોરે રોહિતને મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે જીમના માલિક અમરદીપનું પણ નામ લીધું છે, જેમણે રોહિતને આ ટ્રિપ માટે કથિત રીતે આમંત્રણ આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ હાલમાં ફરાર છે અને તપાસ ચાલુ છે. પોલીસનું માનવું છે કે આરોપીઓની ઓળખ ટૂંક સમયમાં થઈ જશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!