પહેલગામમાં અમદાવાદી ઝિપલાઇન કરતો’તો ને અચાનક..રાઈડવાળો બોલ્યો ‘અલ્લાહુ અકબર’? જુઓ વીડિયો

પહલગામ હુમલાનો વધુ એક શંકાસ્પદ વીડિયો સામે આવ્યો છે. બૈસરન ખીણમાં આતંકીઓ જ્યારે પ્રવાસીઓ પર ગોળીઓ વરસાવી રહ્યાં હતા તે સમયે અમદાવાદના ઋષિ ભટ્ટ કે જે ઝિપલાઈન રાઈડની મજા માણી રહ્યાં હતા. આ દરમિયાન જે ઘટના ઘટી આ ઘટનાનો વીડિયો તેમના મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં રાઈડ કરાવનારની ભૂમિકા શંકાસ્પદ હોવાનો દાવો પ્રવાસી ઋષિ ભટ્ટ કરી રહ્યા છે.

ઝિપલાઈન રાઈડ કરાવનાર ઓપરેટર કાશ્મીરનો સ્થાનિક યુવાન છે પરંતુ હુમલામાં તેની સંદિગ્ધ ભૂમિકા સામે આવી છે. ઋષિ ભટ્ટે જણાવ્યું કે રાઈડવાળાએ મારા ફેમીલી પહેલા આગળ 8 લોકોને રાઈડ કરાવી હતી એ દરમિયાન એ એકપણવાર અલ્લાહુ અકબર બોલ્યો ન હતો.પરંતુ જેવી મારી રાઈડ શરૂ થઈ એ સમયે જ તે ત્રણ વાર અલ્લાહુ અકબર બોલ્યો જે બાદ તુરંત જ ઉપર બાઈસરન વેલીમાં ફાયરિંગ શરૂ થઈ ગયુ.

ઓપરેટેરે ઋષિને સલામત સ્થળે જવાનું કહેવાને બદલે ઝિપલાઈન રાઈડ પર ધકેલ દીધો હતો અને પછી 3 વાર અલ્લાહ હૂ અકબર બોલીને ચૂપચાપ ઊભો રહ્યો હતો જાણે તેને હુમલાની ખબર હોય તેવું વર્તન કર્યું હતું. ઋષિ ભટ્ટે આશંકા વ્યક્ત કરી છે કે રાઈડવાળાનું અલ્લાહુ અકબર બોલવુ અને ઉપર બાઈસરન વેલીમાં ફાયરીંગ શરૂ થવાને કનેક્શન છે અને તેમને પુરેપુરી શંકા છે કે સ્થાનિક રાઈડવાળો આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોઈ શકે છે.

વધુમાં તેમણે એ પણ શંકા વ્યક્ત કરી કે રાઈડવાળાનો બીજો એક સાથી મિત્ર હતો જે આગળ પગથિયા પાસે બેઠો બેઠો ત્યાંની લોકલ ભાષામાં કશુંક વાંચી રહ્યો હતો. હુમલા પર બોલતાં ઋષિએ કહ્યું કે આતંકવાદીઓએ સૌથી પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને ગોળી મારી હતી અને તે પોતે માંડ બચી ગયો. હુમલા સમયે હું છ ફૂટના અંતરે હતો અને મારી સામે બે લોકોને તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી હતી. નીચે કેવી રીતે ગોળીબાર થઈ રહ્યો હતો તેના વિશે મને 20 સેકન્ડ પછી ખબર પડી કે આ આતંકવાદી હુમલા છે.

જેવી રાઈડ પુરી થઈ અને તેઓ નીચે પહોંચ્યા તો તેમના પત્ની ચીસાચીસ કરી રહ્યા હતી. તેમની નજર સમક્ષ જ આતંકવાદીઓએ બે લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાંચ આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં હતા, તેમના ચહેરા ઢંકાયેલા હતા અને તેઓ લોકોને ધર્મ પૂછી પૂછીને ગોળી મારતાં રહ્યાં હતા.

Previous Article

કેનેડામાં ચાર દિવસથી લાપતા હતી ભારતની સ્ટુડન્ટ વંશિકા, હવે બીચ પર મળી લાશ, નેતાની દીકરી હતી, જુઓ તસવીરો

Next Article

BREAKING: 'ધ ફેમીલી મેન 3'ના એક્ટરનું નિધન, શંકાસ્પદ હાલતમાં જંગલમાંથી મળી લાશ- જુઓ તસવીરો

error: Unable To Copy Protected Content!