અક્ષય કુમારની બહેન માતાના નિધનની ખબર સાંભળતા જ અંતિમ દર્શન કરવા માટે દોડી આવી, તસવીરમાં જોવા મળી માયૂસી

વિખરાયેલા વાળ અને નમ આંખો…માતાના નિધનની ખબર સાંભળતા જ દોડી આવી અક્ષયની બહેન અલ્કા

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનું આજે સવારે નિધન થયુ છે. ત્યારે તેમના નિધનની ખબર સાંભળતા જ બોલિવુડ સ્ટાર તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.

ત્યારે માતાના નિધનની ખબર સાંભળતા જ અક્ષય કુમારની બહેન અલ્કા ભાટિયા પણ દોડી આવી હતી. અલ્કા ભાટિયાની સામે આવેલ તસવીરોમાં તેેના ચહેરા પર માતાને ખોવાનું દુખ જોવા મળી રહ્યુ છે. ત્યાં જ અક્ષય કુમાર પણ ઘણા દુખી અને માયૂસ જોવા મળી રહ્યા છે. સાસુના જવાનું ગમ તો ટ્વિંકલ ખન્નાના ચહેરા પર પણ જોવા મળી રહ્યુ છે.

માતાના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલી અલ્કાની હાલત ખરાબ જોવા મળી હતી. કારણ કે તે તેમની માતાની નજીક હતી. તે હંમેશા તેમની માતાનો હાલચાલ પૂછવા દિલ્લીથી મુંબઇ આવ્યા કરતી હતી. માતાના નિધનથી હવે તે તૂટી ગઇ છે. અલ્કાની સામે આવેલ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ત્યાં જ અક્ષય કુમાર પણ આ દરમિયાન ઘણા દુખી જોવા મળ્યા હતાા. તેઓ માતાના નિધનથી એકદમ ગુમસુમ થઇ ગયા હતા. જણાવી દઇએ કે, અક્ષય કુમારની માતાને અંતિમ વિદાય આપવા માટે રિતેશ દેશમુખ, રોહિત શેટ્ટી, રમેશ તોરાની, આર બાલ્કી, સાજિદ ખાન, કરન કાપડિયા જેવા અનેક સ્ટાર્સ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની માતાના નિધનની જાણકારી મળ્યા બાદ અક્ષયના આ દુઃખની અંદર સાથ આપવા અને તેમની માતાને અંતિમ વિદાય આપવા બોલીવુડના સેલેબ્રેટીઓ આવી પહોંચ્યા હતા.  જેમની કેટલીક તસવીરો પણ હવે સામે આવી રહી છે. અક્ષય કુમારની માતાના નિધનની ખબરથી બોલીવુડમાં પણ શોકની લહેર વ્યાપી ગઈ હતી.

અરુણા ભાટિયાના નિધન બાદ અક્ષય અને પરિવારને સાંત્વના અપાવવા માટે અભિનેતા રિતેશ દેશમુખ પણ આવી પહોંચ્યો હતો. રિતેશ ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન, ડાયરેક્ટર રોહિત શેટ્ટી, પ્રોડ્યુસર રમેશ તોરાની, કરન કાપડિયા જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. શ્મશાન ઘાટથી અક્ષય કુમારની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

જેમાં તેઓ માયૂસ નજર આવી રહ્યા છે. તેમના ચહેરા પર માતાને ગુમાવ્યાનું દર્દ નજર આવી રહ્યુ છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સાસુના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તેમની દીકરી નિતારા પણ સાથે હતી. અક્ષયની માતાના નિધનની ખબર આવ્યા બાદ બોલિવુડ સેલેબ્સ દુખ જતાવતા તેમને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ પણ કરી રહ્યા છે. ત્યાં, કેટલાક સ્ટાર્સ તેમની માતાને અંતિમ વિદાય આપવા માટે અભિનેતાના ઘરે અને સ્મશાન ઘાટ પહોંચ્યા હતા.

અક્ષય કુમારની માતાના અંતિમ સંસ્કાર મુંબઇના જૂહુમાં પવનહંસ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. સ્મશાન ઘાટથી તેમની અને તેમની પત્ની ટ્વિંકલ ખન્નાની તસવીરો સામે આવી છે. જેમાં બંનેના ચહેરા પર માયૂસી જોવા મળી રહી છે. અક્ષય કુમાર ગાડીમાં બેઠેલા ઘણા દુખી નજર આવી રહ્યા છે. ત્યાં બીજી બાજુ ટ્વિંકલ ખન્ના પણ ગાડીમાં બેઠેલી જોવા મળી હતી, તે પણ ઉદાસ જોવા મળી હતી.

Shah Jina