પોતાની મમ્મીની ચિતા પણ નહોતી ઠરી ત્યાં અક્ષય કુમાર ડિરેક્ટર આનંદના માતાના અંતિમસંસ્કારમાં સામેલ થયો- જુઓ PHOTOS

બોલિવૂડના નંબર વન અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું ગઈકાલે ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ સવારે અવસાન થયું હતું. તેમની ઉમર 77 વર્ષી હતી. તમને જણાવી દઈએ કે અરુણા ભાટિયા છેલ્લાં છ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા.

હવે ‘રાંઝણા’, ‘તનુ વેડ્સ મનુ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા આનંદ એલ રાયની માતાનું અવસાન થયું છે. આનંદ એલ રાય તથા ભાઈ રવિ રાય મમ્મીની ઘણી જ નિકટ હતા. સમાચાર મળતા જ તેઓ તરત જ ઘરે ગયા હતા. Producer શૈલેષ પણ તેમના ઘરે સાંત્વના આપવા આવ્યા હતા. આટલું જ નહીં અક્ષય કુમાર પણ અંતિમસંસ્કારમાં સામેલ થયો હતો.

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનું આજે સવારે નિધન થયુ છે. ત્યારે તેમના નિધનની ખબર સાંભળતા જ બોલિવુડ સ્ટાર તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.

ત્યારે માતાના નિધનની ખબર સાંભળતા જ અક્ષય કુમારની બહેન અલ્કા ભાટિયા પણ દોડી આવી હતી. અલ્કા ભાટિયાની સામે આવેલ તસવીરોમાં તેેના ચહેરા પર માતાને ખોવાનું દુખ જોવા મળી રહ્યુ છે. ત્યાં જ અક્ષય કુમાર પણ ઘણા દુખી અને માયૂસ જોવા મળી રહ્યા છે. સાસુના જવાનું ગમ તો ટ્વિંકલ ખન્નાના ચહેરા પર પણ જોવા મળી રહ્યુ છે.

માતાના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલી અલ્કાની હાલત ખરાબ જોવા મળી હતી. કારણ કે તે તેમની માતાની નજીક હતી. તે હંમેશા તેમની માતાનો હાલચાલ પૂછવા દિલ્લીથી મુંબઇ આવ્યા કરતી હતી. માતાના નિધનથી હવે તે તૂટી ગઇ છે. અલ્કાની સામે આવેલ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ત્યાં જ અક્ષય કુમાર પણ આ દરમિયાન ઘણા દુખી જોવા મળ્યા હતાા. તેઓ માતાના નિધનથી એકદમ ગુમસુમ થઇ ગયા હતા. જણાવી દઇએ કે, અક્ષય કુમારની માતાને અંતિમ વિદાય આપવા માટે રિતેશ દેશમુખ, રોહિત શેટ્ટી, રમેશ તોરાની, આર બાલ્કી, સાજિદ ખાન, કરન કાપડિયા જેવા અનેક સ્ટાર્સ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની માતાના નિધનની જાણકારી મળ્યા બાદ અક્ષયના આ દુઃખની અંદર સાથ આપવા અને તેમની માતાને અંતિમ વિદાય આપવા બોલીવુડના સેલેબ્રેટીઓ આવી પહોંચ્યા હતા.  જેમની કેટલીક તસવીરો પણ હવે સામે આવી રહી છે. અક્ષય કુમારની માતાના નિધનની ખબરથી બોલીવુડમાં પણ શોકની લહેર વ્યાપી ગઈ હતી.

અરુણા ભાટિયાના નિધન બાદ અક્ષય અને પરિવારને સાંત્વના અપાવવા માટે અભિનેતા રિતેશ દેશમુખ પણ આવી પહોંચ્યો હતો. રિતેશ ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન, ડાયરેક્ટર રોહિત શેટ્ટી, પ્રોડ્યુસર રમેશ તોરાની, કરન કાપડિયા જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. શ્મશાન ઘાટથી અક્ષય કુમારની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

અક્ષય કુમાર લંડનથી શૂટિંગ અધવચ્ચે મૂકીને અચાનક જ પાછો આવી ગયો છે. એક્ટરના મમ્મી હીરાનંદાની હોસ્પિટલના ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં છે. માતા અરૂણાની ઉંમર 77 વર્ષની છે. તેમની અત્યારે હાલત ગંભીર છે. અક્ષય કુમાર મમ્મીની ઘણી જ નિકટ છે. તેમની તબિયત ખરાબ હોવાથી તે મમ્મીથી દૂર રહી શક્યો નહીં.બોલીવુડના સૌથી TOP અભિનેતા અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું છે કે, શબ્દો કરતા હું તમારા બધાનો પ્રેમ અને દુવાને ટચ મેહસુસ કરું છું. તમારો બધાનો આભાર કે મારા માતાની હેલ્થ વિશે પૂછ્યું. મારા અને મારા પરિવાર માટે આ મુશ્કેલીની ઘડી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટર ઓક્ટોબરમાં ફિલ્મ રામ સેતુનુ શુટિંગ પાછુ શરૂ કરશે અને ચાલુ વર્ષે ડિસેમ્બરના અંતમાં પૂર્ણ કરશે. અક્ષયે માર્ચમાં અયોધ્યામાં આ ફિલ્મનું મૂહૂર્ત કર્યુ હતું. ત્યારબાદ મુંબઈમાં તેમણે ફિલ્મનું લાંબુ શેડ્યુલ શૂટ કરવાનુ હતુ, પરંતુ લોકડાઉનના લીધે બધું કામ અને શૂટિંગને ટાળી દેવામાં આવ્યું હતુ. રિપોર્ટ મુજબ, ફિલ્મના થોડા ભાગનું શૂટિંગ શ્રીલંકામાં થવાનુ હતુ, પરંતુ ફિલ્મના નિર્માતાએ આ યોજનાને બદલી નાખી. પછી ફિલ્મ રામ સેતુની શૂટિંગ કેરળમાં કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ કેરળ કોવિડનું હોટસ્પોટ બનતા પ્રોડ્યુસરે હવે મુવીના બાકીના ભાગનુ ગુજરાતમાં શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. રામ સેતુને અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યાં છે. આમ, રામ સેતુ સિવાય અક્ષય કુમારના ભાગમાં ઘણી ફિલ્મો છે.

પૃથ્વીરાજ, રક્ષાબંધન અને અતરંગીનું શૂટિંગ પહેલાં કરી લીધુ છે. બાકી તેમની પાસે બચ્ચન પાંડે અને સૂર્યવંશી જેવી ફિલ્મો પણ છે. અક્ષયે પ્રોડ્યૂસર્સને તેના વગરના સીન્સનું શૂટિંગ કરવાનું કહ્યું છે, કારણ કે તેનું હંમેશાં માનવું છે કે પર્સનલ ચેલેન્જ હોવા છતાંય કામ તો ચાલુ રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે એક્ટર અક્ષય ત્યારે લંડનમાં ફિલ્મ ‘સિન્ડ્રેલા’નું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં રકુલ પ્રીત સિંહ છે.

અભિનેતા 10 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા આવવાનો હતો. તે અહીંયા આવીને તે ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ કરવાનો હતો. પછી ફેમિલી વેકેશન પર જવાનો હતો અને પછી ‘રામ સેતુ’નું શૂટિંગ સ્ટાર્ટ કરવાનો હતો. હવે જોવાનું એ છે કે અક્ષય કુમારનું આ શિડ્યૂઅલ ચેન્જ થાય છે કે નહીં?

તેની પાસે કુલ નવ પ્રોજેક્ટ્સ છે, જેમાં 8 ફિલ્મ તથા એક વેબ સિરીઝ સામેલ છે. ‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ’,, ‘અતરંગી રે’, ‘સૂર્યવંશી’, ‘રક્ષાબંધન’, ‘બચ્ચન પાંડે’, ‘રામ સેતુ’, ‘OMG ઓહ માય ગોડ નો બીજો પાર્ટ’, ‘સિન્ડ્રેલા’ તથા વેબ સિરીઝ ‘ધ એન્ડ’ સામેલ છે.

YC