કરોડો રૂપિયાની કિંમતના દેશ વિદેશમાં અઢળક બંગ્લોઝ છે અક્ષય કુમાર પાસે, અહીંયા જુઓ અંદરની શાનદાર તસવીરો
વર્ષ 2020માં ‘ફોર્બ્સ મેગેઝિન’માં બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને વિશ્વના સૌથી વધુ ફી લેવાવાળા કલાકારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર એક પ્રખ્યાત અભિનેતા તેમજ એક શાનદાર બિઝનેસમેન પણ છે. બોલિવુડના ખિલાડી કુમાર ઈન્વેસ્મેન્ટ સ્કીલથી સારી રીતે વાકેફ છે. એવામાં તે મોટાભાગનુ રિયલ એસ્ટેટમાં ઘણાં નાણાંનું રોકાણ કરે છે.
અક્ષય કુમાર પાસે ભારતમાં તેમજ વિદેશમાં વૈભવી બંગલાઓ છે જ્યાં તેઓ ઘણીવાર તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરતા જોવા મળે છે. અક્ષય કુમારના બંગલાઓ ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓથી સજ્જ છે.
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું જુહુ, મુંબઈમાં એક સુંદર ઘર છે. વોગ મેગેઝિનના અહેવાલ મુજબ તે સમુદ્રની સામે ડુપ્લેક્સ છે જેમાં લિવિંગ રૂમ, હોમ થિયેટર, ડાઇનિંગ એરિયા અને વોક-ઇન ક્લોઝેટ છે. ઘરમાં ભવ્ય બગીચાથી લઈને તમામ પ્રકારની પ્રાચીન વસ્તુઓ છે. મુંબઈમાં અક્ષય કુમાર તેમના આખા પરિવાર સાથે આ ઘરમાં રહે છે.
વર્ષ 2017માં ‘મુંબઈ મિરર’ના અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, મુંબઈના અંધેરી વિસ્તારમાં અક્ષયના ચાર ઘર છે. આ દરેક ફ્લેટ 2,200 ચોરસ ફૂટ છે અને આ તમામ ઘરો અંધેરી વેસ્ટના લિંક રોડ પર Transcon Triumph બિલ્ડિંગના 21મા માળે આવેલા છે. આ તમામ મકાનોની કિંમત આશરે 4.5 કરોડ રૂપિયા છે.
જ્યારે પણ અક્ષય કુમાર તેના વ્યસ્ત શેડ્યુલમાંથી પરિવાર માટે સમય કાઢે છે તો તે દરમ્યાન તેમનું ગોવામાં હોલિડે હોમ કામમાં આવે છે. આ ઘર અક્ષયે લગભગ એક દાયકા પહેલા ખરીદ્યું હતું. 5 કરોડ રૂપિયાના પોર્ટુગીઝ સ્ટાઇલ આ ઘરમાં સ્વિમિંગ પૂલ પણ છે. આ સાથે તે સમુદ્ર કિનારે જ સ્થિત છે.
તે વાત બધા જાણે છે કે અક્ષય કુમાર થોડા સમય માટે કેનેડાના નાગરિક રહ્યા છે. જો કે બહુ ઓછા લોકોને ખબર હશે કે કેનેડામાં તેમની પાસે પણ કરોડોની સંપત્તિ છે. અક્ષય કુમારે ટોરેન્ટો, કેનેડામાં એક આખી ટેકરી ખરીદી છે. ‘DNA’ના અહેવાલ મુજબ આ સિવાય અભિનેતા ત્યાં ઘણા એપાર્ટમેન્ટ્સ અને મેપલ લીફ-કેપિટલમાં એક વૈભવી બંગલાના મલિક પણ છે.
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને બીચ પસંદ છે. ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર અક્ષય કુમારનો મોરિશિયસમાં પણ આલિશાન બંગલો છે. અહીં તે ઘણીવાર ખાનગી જેટ દ્વારા તેના પરિવાર સાથે પહોંચે છે. જ્યારે પણ અક્ષય કુમારને તેની વ્યસ્ત જિંદગીમાંથી વિરામ લેવો પડે છે ત્યારે તેની પાસે ઘરોના મામલે આરામથી રહેવા માટે ઘણા વિકલ્પો હોય છે.