અરરર આ શું? ‘બિગબોસ’ ફેમ અભિનેત્રી અક્ષરા સિંહે પહેર્યો પેન્ટ વગરનો ડ્રેસ, લોકોએ કરી ટ્રોલ…

ટીવીની વહુ અક્ષરા સિંહે  પહેર્યો પેન્ટ વગરનો ડ્રેસ તો ફેન્સ ભડક્યા – ‘આ શોભા નથી આપતું’

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને ‘બિગબોસ’ ઓટીટીમાંથી પરત ફર્યા બાદ પબ્લિક અપિરિયન્સ વધી ગયો છે. અક્ષરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અવારનવાર તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે તે ક્યાંક ને ક્યાંક જોવા મળતી રહે છે. શોથી અક્ષરાને ઘણી લોકપ્રિયતા મળી છે. તેની ફેન ફોલોઇંગ પણ વધી છે.

આ શોએ તેને નવું નામ ‘ભોજપુરી કી શેરની’ આપ્યું છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી વન પીસ ડ્રેસમાં જોવા મળી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરોમાં તે પેન્ટ વગરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

અક્ષરા સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરમાં તે ગ્રે કલરના સિંગલ કુર્તામાં જોવા મળી રહી છે અને તેણે પોતાનો લુક પૂર્ણ કરવા માટે ચશ્મા પણ પહેર્યા છે. આ સાથે જ તસવીરમાં જોઈ શકાય છે કે તેના હાથમાં પર્સ અને મોબાઇલ પણ છે.

તસવીરોમાં ચાહકોને મળતા પ્રેમની ચમક અક્ષરા સિંહના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તેની આ તસવીર પર લોકોને જબરદસ્ત રિએક્શન જોવા મળી રહ્યા છે. જ્યારે લોકો તેના દેખાવની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે કોઈ એકને અક્ષરાનો ડ્રેસ પસંદ આવ્યો ન હતો.

અક્ષરા સિંહની તસવીર પર તેના કપડા જોઈને એક યુઝરે લખ્યું, ‘આ ડ્રેસ તમને શોભા નથી આપી રહ્યો.’ બીજા એક યુઝરે લખ્યું, ‘તમે જીન્સ અને ટી-શર્ટમાં ખૂબ જ સુંદર લાગો છો.’ આ સાથે ઘણાએ તેના લુકના વખાણ પણ કર્યા છે. જણાવી દઈએ કે આ પહેલા અક્ષરા સિંહની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે તેના બિગ બોસ કનેક્શન્સ મિલિંદ ગાબા અને ઝીશાનને મળવા પહોંચી હતી. આ દરમ્યાન તે વ્હાઇટ જીન્સમાં જોવા મળી હતી.

તે તસવીરમાં અક્ષરાનો નવો લુક જોવા મળ્યો કે તેણે તેના ગળામાં જાડી ચેન પહેરેલી હતી અને તેમાં માસ્ક લટકાવેલું હતું. તેનો તે લુક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. ‘બિગ બોસ’માંથી પરત ફર્યા બાદ અક્ષરા સિંહ ઘણા હિન્દી મ્યુઝિક વીડિયોમાં કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં ‘બી પ્રાક’ સાથે પોતાનું નવું ગીત લઈને આવશે જેના વિશે અક્ષરાએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી.

Patel Meet