સ્ટેજ પર ડાન્સ કરી રહેલી દેશી ખુબસુરત અભિનેત્રી પર એક અજાણ્યા વ્યક્તિએ ઉડાવી ચલણી નોટો, તો ગુસ્સામાં સ્ટેજ છોડીને ભાગી ગઈ અભિનેત્રી, જુઓ વીડિયો

ના ના કહેતી હતી, નોટો ઉડાડી ને અભિનેત્રીએ ગુસ્સામાં છોડ્યો સ્ટેજ- જુઓ વીડિયો કેવી ધુંવાપુવા થઇ ગઈ અને એટીટ્યુડ દેખાડ્યો

મનોરંજનની ઘણી હસ્તીઓ એવી હોય છે જે સ્ટેજ પ્રોગ્રામ પણ કરતી હોય છે, આ દરમિયાન તેમને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકોનો પણ ધસારો જોવા મળે છે, ત્યારે ઘણીવાર પબ્લિક પ્લેસ કેટલીક અભિનેત્રીઓ સાથે કેટલાક લોકો એવી હરકતો કરતા હોય છે જેને લઈને તે ગુસ્સે પણ થઇ જતા હોય છે, હાલ આવી જ એક ઘટના ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સાથે થઇ હતી. જયારે તે સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી.

અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની ખ્યાતનામ અભિનેત્રીઓમાંથી એક છે. તે તેના અભિનય માટે તો પ્રખ્યાત છે જ સાથે સાથે તે તેના અવાજને લઈને પણ ખુબ જ પ્રખ્યાત છે અને ચાહકો પણ તેનો આવાજ સાંભળવા માટે આતુર રહે છે, જેના કારણે તે ઘણીવાર લાઈવ પર્ફોમન્સ પણ આપતી હોય છે. જ્યાં તેને જોવા માટે હજારોની સંખ્યામાં ભીડ પણ એકત્ર થઇ જતી હોય છે. પરંતુ ઘણીવાર આવા પર્ફોમન્સ દરમિયાન ચાહકો એવી કોઈ હરકત કરી બેસતા હોય છે જેને લઈને અભિનેત્રીને ગુસ્સો પણ આવી જાય છે. જેનું તાજું જ ઉદાહરણ હાલ જોવા મળ્યું.

હાલમાં જ અક્ષરા સિંહના એક લાઈવ પર્ફોમન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેમાં તે એક સ્ટેજ પર લાઈવ પર્ફોમન્સ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન જ એક ચાહકે સ્ટેજ પર આવીને તેની સાથે ખરાબ હરકત કરવાની શરૂ કરી દીધી. વીડિયોમાં અક્ષરાના ગીતો પર ચાહકો નાચી રહ્યા હતા ત્યારે જ આ વ્યક્તિએ આવીને માહોલ બગાડી નાખ્યો અને અક્ષરા ગુસ્સે થઈને ચાલી ગઈ.

બન્યું એવું કે અક્ષરા સિંહ સ્ટેજ પર ગીત ગાતી હતી. અક્ષરા મરૂન રંગના જમ્પસૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વાંકડિયા વાળ, હાઈ ટોન મેકઅપ અક્ષરા પર ખૂબ જ સરસ લાગી રહી હતી. અભિનેત્રી-ગાયિકા ગાતી વખતે લોકો પણ દિલથી સાંભળી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પર આવે છે, અને અક્ષરા પર નોટોનો વરસાદ કરે છે. અક્ષરાને તેની સાથેનું આ ખરાબ વર્તન બિલકુલ પસંદ ના આવ્યું અને તે ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. અક્ષરા તરત જ ગાવાનું બંધ કરે છે અને કોઈની માઈક પકડાવીને ચાલી જાય છે. હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel