ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટનાર બોટાદનો યુવક તો કહીને ગયો હતો કે સાંજે પાછો આવીશ પણ તેને ક્યાં ખબર હતી કે તે નહિ હવે ઘરે તેનો મૃતદેહ જ પાછો જવાનો છે

બોટાદના આ પરિવારનો પુત્ર ફી ભરીને સાંજે પાછો ફરવાનો હતો…પણ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયો…માતાને રડતી મૂકીને…

Akshar Patel Botad : અમદાવાદમાં 19 તારીખે રાત્રે ઇસ્કોન બ્રિજ પર પહેલા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, તે બાદ આ અકસ્માતને જોવા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા અને આ દરમિયાન જ તેજ રફતાર જેગુઆર કાર આવી અને અકસ્માત જોઇ રહેલા ટોળાને અડફેટે લીધી. આ કાર જે ચલાવી રહ્યો હતો કે તથ્ય પટેલ હતો, જે ગોતા વિસ્તારમાં કુખ્યાત ઇમેજ ધરાવતા પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાની ખબર છે, ત્યારે આ અકસ્માતમાં બોટાદના ત્રણ યુવાનો કૃણાલ, રોનક અને અક્ષયે જીવ ગુમાવતા સમગ્ર બોટાદ શોકમગ્ન બન્યું હતુ.

માતા-પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો
ત્યારે અક્ષર પટેલના પરિવારની હાલત ઘણી ખરાબ છે, કારણ કે પોતાનો એકનો એક દીકરો ગુમાવી માતા-પિતા નિરાધાર બન્યા છે. અમદાવાદમાં MBAના અભ્યાસ માટે અક્ષર એડમિશન લેવા આવ્યો હતો અને ત્યારે જ તે તેના મિત્રો કૃણાલ અને રોનક સાથે રાત્રે ચા પીવા ઈસ્કોન ગયો. આ દરમિયાન જ તથ્ય પટેલની બેકાબૂ બનેલ કાર તેમના પર ચડી ગઈ અને તેમના મોત થયા. ત્રણેય દીકરાઓના મોત બાદ તેમના પરિવારજનો આક્રંદ સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે.

મંગળવારે બોટાદથી અમદાવાદ ગયેલ અક્ષર તો પાછો ઘરે ન ગયો પણ તેની ડેડબોડી ગઇ
પરિવારજનો કહી રહ્યા છે અમે સહાયનું શું કરીએ. સરકાર અમારો લાડકવાયો પાછો લાવી આપે તો અમે સામે રૂપિયા આપીશું. અમારે ફુલ જેવા બાળકોનો ભોગ લેનારને જાહેરમાં જ ફાંસીની સજા આપવી જોઈએ. અક્ષરના પિતા અનુસાર, તેમના પરિવારમાં ચાર લોકો હતા, અને તેમનો એકનો એક દીકરો અક્ષર હતો. તેણે તેના પિતાને ફોન કરી કહ્યુ હતુ કે પપ્પા અહીં વરસાદ છે, હું સાજે નહીં સવારે આવીશ. પણ ઘરે તે તો ન આવ્યો તેની ડેડબોડી આવી. અમદાવાદમાં BBAની ડીગ્રી પૂર્ણ કરી તે બોટાદ રહેતો હતો અને MBAના અભ્યાસ માટે એડમિશનને લઇને તે મંગળવારે બોટાદથી અમદાવાદ ગયો.

મમ્મી હું ફી ભરવા જઉ છું, સાંજે પાછો આવીશ
આ દરમિયાન અક્ષર અને તેના મિત્રો રોનક અને કૃણાલ રાત્રે ઇસ્કોન ભેગા થયા અને તે દરમિયાન ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો. આ સમયે તે ત્યાં જોવા અને મદદ માટે દોડ્યા પણ તથ્ય પટેલે અકસ્માત જોઇ રહેલા અને મદદ માટે ઊભેલા લોકો પર કાર ચડાવી દીધી અને તેમને કચડી નાખ્યા. અક્ષરની માતાએ કહ્યુ કે સવારે 7 વાગ્યે તેણે કહ્યુ મમ્મી હું ફી ભરવા જઉ છું, સાંજે પાછો આવીશ પણ સાંજે હું રાહ જોતી રહી પણ તે ના આવ્યો.

Shah Jina