સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં પત્ની શ્લોકા સાથે જોવા મળ્યો આકાશ અંબાણી, બ્લેક સાડીમાં ગોર્જિયસ લાગી અંબાણી પરિવારની વહુ

અંબાણીએ પતિ શ્લોકા સાથે સિદ-કિયારાના રિસેપ્શનમાં જોરદાર એન્ટ્રી મારી, મિસિસ અંબાણી બ્લેક સાડીમાં લાગી સુંદર, જુઓ તસવીરો

બોલિવુડ ફિલ્મ શેરશાહની જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયેલ કપલના ગ્રાન્ડ વેડિંગમાં કિયારાની બાળપણની ખાસ મિત્ર ઇશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે પહોંચી હતી. કિયારા અંબાણી ફેમીલીની દીકરી ઇશા અંબાણી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. બંને બાળપણની મિત્ર છે. જ્યારે ઇશા અંબાણી 2018માં આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી,

ત્યારે પણ કિયારા અડવાણીએ લગ્નના બધા ઇવેન્ટ્સમાં હાજરી આપી હતી. ત્યાં જ્યારે કિયારા અડવાણીએ તેના ડ્રિમ બોય સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા તો ઇશા પણ બેસ્ટીની ખુશીઓમાં સામેલ થવા આવી પહોંચી હતી. ત્યારે લગ્ન બાદ 12 ફેબ્રુઆરીએ સિદ-કિયારાએ બોલિવુડ સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી અને આ રિસેપ્શન મુંબઇમાં યોજાયુ હતુ. જેમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સામેલ થયા હતા.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં ઇશા અંબાણીના ભાઇ આકાશ અને ભાભી શ્લોકા હાથોમાં હાથ નાખી પહોંચ્યા હતા. આ દરમિયાન શ્લોકા મહેતા સાડીમાં ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. શ્લોકાએ કલરફુલ થ્રેડવર્ક વાળી બ્લેક સાડી પહેરી હતી અને આ સાથે તેણેબ્લેક યુનિક બેલ સ્લીવવાળો બ્લાઉઝ પેર કર્યો હતો. સાડી લુકમાં શ્લોકા ગજબનો કહેર વરસાવી રહી હતી. શ્લોકાએ મોટી સી એમરેલ્ડ ગ્રીન રિંગ અને ડાયમંડ બેંગલ્સ સાથે પોતાને એક્સેસરાઇઝ કરી હતી.

ત્યાં આકાશ અંબાણી બ્લેક સૂટમાં પહોંચ્યો હતો અને આ લુકમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો. જણાવી દઇએ કે, લગ્નના બંધનમાં બંધાયા બાદથી સિદ-કિયારા જશ્ન મનાવી રહ્યા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા બાદ કપલ દિલ્લી પહોંચ્યુ હતુ અને ત્યાં કપલનું ગ્રાન્ડ વેલકમ થયુ હતુ. કપલે પરિવાર અને નજીકના મિત્રો માટે ઇંટીમેટ રિસેપ્શન પણ હોસ્ટ કર્યુ હતુ. તે બાદ દિલ્લીથી મુંબઇ પરત આવી કપલે બોલિવુડ સેલેબ્સ માટે ખાસ મુંબઇમાં રિસેપ્શન યોજ્યુ.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina