મુંબઈ ઇન્ડિયન્સમાં ફરી કઈ મોટું થવાનું છે ? RCBની મેચ પહેલા આકાશ અંબાણી-રોહિત શર્માનો વીડિયો વાયરલ
Akash Ambani Rohit Sharma Video : આ વર્ષે આઇપીએલમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા. તેમાં સૌથી મોટો બદલાવ મુંબઈ ઇન્ડિયન્સની કમાન રોહિત શર્માના હાથમાંથી છીનવી અને હાર્દિક પંડ્યાના હાથમાં આપવી હતી, આ પહેલા હાર્દિક ગુજરાત ટાઇટન્સનો કપ્તાન હતો, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે તેને ટ્રેડ ડીલથી ખરીદી કપ્તાન બનાવી દીધો. જેના બાદ હાર્દિકને લોકો સતત ટ્રોલ કરવા લાગ્યા અને મુંબઈ પોતાની પહેલી ત્રણ મેચ પણ હારી ગયું, જેના બાદ તો હાર્દિકને સ્ટેડિયમમાં પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ મુંબઈ તેની છેલ્લી મેચ દિલ્હી સામે જીતી ગયું. જેના બાદ હવે આજે તેનો મુકાબલો RCB સાથે છે. ત્યારે હાલ એક નવો વીડિયો સામે આવ્યો છે જેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. વાયરલ રહૈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની મેચ પહેલા પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ટીમના માલિક આકાશ અંબાણી મુંબઈના રસ્તાઓ પર એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
રોહિત શર્મા કારમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીની બાજુમાં બેઠો જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ MI કેપ્ટન રોહિત આગળની પેસેન્જર સીટ પર હતો, જ્યારે આકાશ ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. આજની બ્લોકબસ્ટર મેચ પહેલા કાર વાનખેડે સ્ટેડિયમમાં રોકાઈ હતી. જોકે, કાર ચલાવનાર વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. જો કે, શારીરિક દેખાવ MI માલિકની જેમ જ છે.
એક્સ પર આ નાનકડી ક્લિક વાયરલ થયા પછી, એવી અટકળો છે કે MI કેમ્પમાં કંઈક મોટું થઈ શકે છે. આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે MI થોડી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. IPL 2024ની શરૂઆતમાં મુંબઈ સતત 3 મેચ હારી ગયું હતું, જોકે તેણે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિવાદમાં આવી રહી છે કારણ કે ચાહકો સતત રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાની માંગ કરી રહ્યા છે.
Rohit Sharma with Akash Ambani 🤨🧐 pic.twitter.com/hYSj32vBHo
— Johns (@RITIKAro45) April 10, 2024