મહિલા ટીચરની હત્યા બાદ પ્રેમી બોલ્યો- હું તેને પ્રેમ કરતો હતો અને તે બીજા છોકરા સાથે…પરણિત મહિલાની પ્રેમી સાથે દગાની કહાની

પતિ જેલના સળિયા પાછળ હતો, ટીચર પત્નીને થઈ ગયો પ્રોફેસર સાથે પ્રેમ, પણ ત્રીજા આશિકે…હડકંપ મચ્યો

Ajmer Female Teacher Murder : ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધોમાં તો કેટલીકવાર અંગત અદાવતમાં હત્યાના મામલા સામે આવે છે. ત્યારે એક એવો મામલો કેટલાક સમય પહેલા સામે આવ્યો, જેણે હડકંપ મચાવી દીધો. રાજસ્થાનના અજમેરમાં એક હ્રદયસ્પર્શી ઘટનામાં એક યુવતીની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે હત્યાની આ ઘટના પોલીસ ચોકીની સામે બની હતી.

પોલીસ ચોકીની સામે જ હત્યાના સમાચાર મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતા તરત જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને સંભાળી હતી. હત્યાની આ ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જો કે તે બાદ તપાસ કરી તેની ધરપકડ કરાઇ હતી. આ ઘટના અજમેર શહેરના અલવર ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુલાબબારી પોલીસ ચોકીની સામે બપોરે બની હતી.

હત્યાનો ભોગ બનનારની ઓળખ કીર્તિ સોની તરીકે થઈ હતી. તે અલવર ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી હતી. પોલીસને આરોપી વિશે કેટલીક મહત્વની કડીઓ મળ્યા બાદ તેની શોધખોળ હાથ ધરાઇ હતી. આ મામલામાં ચાકુથી મહિલાની હત્યા કરનાર આરોપી વિવેકની પોલીસે ધરપકડ કરી. પોલીસે આ કેસમાં આરોપીની પૂછપરછ કરી હતી. જો કે, એવા અહેવાલ સામે આવ્યા કે આરોપીનો એક વીડિયો કે જેમાં તે મને તેની હત્યા કરવાનો કોઈ પસ્તાવો નથી તેમ કહેતો જોવા મળી રહ્યો છે.

આરોપીએ પોતાના હાથ પર મૃતક કીર્તિના નામનું ટેટૂ પણ કરાવ્યું. આરોપીનો જે વીડિયો સામે આવ્યો તેમાં તે કહી રહ્યો હતો કે- ‘હું કાર ચલાવું છું. કોરોના પહેલા અમે બંને રિલેશનશિપમાં હતા. હું તેના લગ્ન વિશે જાણતો હતો. તેના અન્ય બોયફ્રેન્ડ વિશે જાણ થતાં મેં આ પગલું ભર્યું છે. આરોપીએ જણાવ્યું કે હત્યા પહેલા કીર્તિ તેને એક રેસ્ટોરન્ટમાં મળી હતી અને ત્યાં વાતચીત થઈ હતી. કીર્તિનો મિત્ર અનિલ પણ તેની સાથે હતો. તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો.

કીર્તિએ 2012માં સૂરજ ચૌહાણ નામના યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. તેને 9 વર્ષની દીકરી પણ છે. ચેક બાઉન્સના કેસમાં તેનો પતિ 9 મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંધ છે. કીર્તિ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આરોપીની ધરપકડ સમયે મીડિયાએ જ્યારે આરોપીનો ફોટો લીધો તો તે હસતો દેખાયો હતો. તેના ચહેરા પર કોઈ પછતાવો નહોતો. તેના ડાબા હાથ પર કીર્તિના નામનું ટેટૂ હતું, જેને તે છુપાવતો રહ્યો.

Shah Jina