મનોરંજન

ઇવેન્ટમાં વ્હાઇટ ફ્લોરલ ગાઉન પહેરી પહોંચી એશ્વર્યા રાય બચ્ચન, ડ્રેસિંગ સેન્સનો પાઠ શીખવતા યુઝર્સે આપી દીધી એવી સલાહ કે…

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી બહાર આવેલા તેના કેટલાક લુક્સને લોકોએ નકારી કાઢ્યા હતા. આ પછી કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં એશની સ્ટાઈલ જોઈને લોકોએ માથું પકડી લીધુ હતુ. ઘણા લોકો તેની પ્રેગ્નન્સી વિશે પણ વાત કરવા લાગ્યા હતા. હવે ઐશ્વર્યા રાય બચ્ચનનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ એશ ઈવેન્ટ ઓલ ઈન્ડિયા ઓપથેલ્મોલોજિકલ કોન્ફરન્સમાં પહોંચી હતી.

આ દરમિયાન જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન ફ્લોરલ પ્રિન્ટવાળા સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. એશનો નવો વીડિયો જોઈને લોકો તેની ડ્રેસિંગ સેન્સને લઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. તેમજ લોકો ઐશ્વર્યા રાય બચ્ચનને તેની સ્ટાઈલિશ બદલવાની સલાહ આપી રહ્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના ચાહકો દીવાના રહે છે. પરંતુ એવું લાગે છે કે આજકાલ ફેન્સને ઐશ્વર્યાનો લુક બહુ પસંદ નથી આવી રહ્યો. ઐશ્વર્યા તેના કાન્સ લુક માટે ટ્રોલ થઈ હતી. હવે અભિનેત્રી તેના ઇવેન્ટ લુક માટે ટ્રોલ થઇ રહી છે.

ઐશ્વર્યાએ ફ્લાવર પ્રિન્ટેડ બ્લેક એન્ડ વ્હાઇટ લોંગ ગાઉન પહેર્યુ હતુ. ઐશ્વર્યાએ મિડલ પાર્ટેડ સોફ્ટ કર્લ હેર અને રેડ લિપસ્ટિક તેમજ ગ્લોઈંગ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. ઐશ્વર્યાને આ લુકમાં જોઈને ફેન્સ ફરીથી પરેશાન થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના લુકની મજાક ઉડાવવામાં આવી રહી છે.યુઝર્સે ઐશ્વર્યાને તેની સ્ટાઈલિશ બદલવાની સલાહ આપી છે. લોકો ઐશ્વર્યાની ડ્રેસિંગ સેન્સ અને મેકઅપથી કંટાળી ગયા છે. તેમને અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ બિલકુલ પસંદ નથી.

ઐશ્વર્યા રાય બચ્ચનના વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી, ‘એશની ડ્રેસિંગ સેન્સને શું થયું છે?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘ઐશ્વર્યાને સ્ટાઈલિસ્ટ બદલવાની જરૂર છે.’ જ્યાં લોકો ઐશ્વર્યા રાય બચ્ચનની ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકો તેના મેકઅપને લઈને પણ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘ઐશ્વર્યાએ હવે થોડા દિવસો માટે લાલ લિપસ્ટિક લગાવવાનું બંધ કરી દેવું જોઈએ.’ અન્ય એકે લખ્યું, ‘આટલો મેકઅપ લગાવવાની શું જરૂર છે?’ એક વ્યક્તિએ બ્યુટી ક્વીનની ફેશન સેન્સને 10માંથી 0 નંબર આપ્યા.

લોકો ઐશ્વર્યા રાયના ઓવરકોટ પ્રકારના ડ્રેસેસથી કંટાળી ગયા છે. ઐશ્વર્યાના મેકઅપ પર સવાલ ઉઠાવતા યુઝરે કહ્યું કે તેણે વધુ પડતો મેકઅપ કર્યો છે. ઘણો ફાઉન્ડેશન લગાવવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યાને આ રીતે ટ્રોલ કરવામાં આવી હોય. કાન્સ 2022માં તેણે પહેરેલા દરેક રેડ કાર્પેટ લુક માટે તે ટ્રોલ થઈ હતી. લોકોએ ઐશ્વર્યાના ડ્રેસ અપ અને મેકઅપ પર ઘણી વાતો કરી. યુઝર્સે ઐશ્વર્યાની મજાક ઉડાવવામાં કોઈ કસર છોડી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાન્સમાં ઐશ્વર્યા પણ ઓવરકોટ લુકમાં જોવા મળી હતી. ઐશ્વર્યાનો લુક જોઈને લોકોએ તેના બોટોક્સ અને પ્લાસ્ટિક સર્જરી પર કોમેન્ટ કરી. ઐશ્વર્યા રાય બચ્ચન અને તેનો પતિ અબુ ધાબીમાં યોજાનાર IIFA 2022નો ભાગ બનશે. રણવીર સિંહ, કાર્તિક આર્યન, વરુણ ધવન પણ આઈફાનું ગૌરવ વધારી શકે છે. સલમાન ખાન આઈફા માટે અબુ ધાબી પહોંચી ચૂક્યો છે. ઐશ્વર્યા રાયે તેની કારકિર્દીમાં IIFA એવોર્ડ્સમાં ઘણા યાદગાર પ્રદર્શન આપ્યા છે.