ઐશ્વર્યા રાય અને આરાધ્યાને એરપોર્ટ છોડવા માટે આવ્યો અભિષેક, હાથમાં નજર આવ્યું ફેક્ચર, જોઈને હેરાન થયા ચાહકો

ખુશખબરી…એશ્વર્યા રાય ફરી થઇ ગર્ભવતી? 7 PHOTOS જોઈને સમજાઈ જશે

બોલીવુડના સેલેબ્રિટીઓ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે, તે કોઈપણ જગ્યાએ જાય પેપરાજી તેમને સ્પોટ કરવાનું નથી ભૂલતા અને તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, હાલ બોલીવુડની બ્યુટી ક્વિન ઐશ્વર્યા રાય, તેની દીકરી આરાધ્યા અને પતિ અભિષેક સાથે મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થઇ હતી.

અભિષેક ઐશ્વર્યા અને દીકરી આરાધ્યાને એરપોર્ટ ઉપર મુકવા માટે આવ્યો હતો, આ દરમિયાન અભિષેકનો હાથ પાટામાં લપેટાયેલો હતો, જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિષેકને કઈક વાગ્યું છે, તો એરપોર્ટ ઉપર ઐશ્વર્યા અને આરાધ્યાને છોડતા પહેલા અભિષેક ટાઈટ હગ આપતો પણ જોવા મળ્યો હતો.

અભિષેકનો હાથ જોઈને ઘણા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેના હાથમાં પ્લાસ્ટર આવ્યું છે, પરંતુ હજુ એ વાતની કોઈ ખાતરી નથી કરી શકાય કે આખરે અભિષેકે હાથમાં પાટો કેમ બાંધ્યો છે, અને તેને ફેક્ચર છે કે નહીં.

એરપોર્ટની નાદાર જતા પહેલા આરાધ્યા તેના પિતા અભિષેકને ગળે વળગતી જોવા મળી હતી, તો આ દરમિયાન ઐશ્વર્યા પણ ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થઇ હતી. ઐશ્વર્યા આ દરમિયાન બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેને ક્યુઝ લોન્ગ ટ્યૂનિક સ્ટાઇલ જેકેટ અને લેગિન્સ પહેર્યા હતા, આ ઉપરાંત તેને પોતાના વાળને ખુલ્લા રાખી અને ચહેરા ઉપર માસ્ક પહેર્યું હતું.

ત્યારે હાલમાં એવી પણ ખબરો ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય ફરીથી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. પરંતુ બચ્ચન પરિવાર દ્વારા આ ખબરો ઉપર કોઈપણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે ખાસ વિમાન દ્વારા દતિયા માટે રવાના થઇ છે. ત્યાંથી તે ઓરછા જશે. તે ત્યાં જલ્દી જ નિર્દેશક મણિરત્નમની ફિલ્મ “પોન્નીયિન”નું શૂટિંગ કરવાની છે. આ શૂટિંગ માટે પ્રકાશ રાજ પણ ઓરછા પહોંચ્યા છે. 21 ઓગસ્ટના રોજ અહીંયા 16મી સદીના ભગ્ય મહેલો અને મંદિરોમાં શૂટિંગ શરૂ થશે.

Niraj Patel