અમેરિકામાં ગોળીબારમાં 27 વર્ષિય ભારતીય યુવતિનું મોત, પપ્પા છે જજ…જાણો સમગ્ર મામલો

અમેરિકા ટેક્સાસ ગોળીબારમાં ભારતીય એન્જિનિયર ઐશ્વર્યાની પણ થઇ હત્યા, વૈભવી અમેરિકાની કાળી હકીકત બહાર આવી જુઓ

છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી અવાર નવાર ફાયરિંગની અને હત્યાની ઘટના સામે આવે છે, જેમાં કેટલીકવાર ભારતીય લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના સામે આવી. શનિવારે ટેક્સાસના એક મોલમાં થયેલ સામૂહિક ગોળીબારની ઘટનામાં હૈદરાબાદની 27 વર્ષીય મહિલા સહિત નવ લોકો માર્યા ગયા. આ ગોળીબાર શનિવારે બપોરે 3:30 વાગ્યે થયો હતો,

જેના કારણે એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલના દુકાનદારો ગભરાઈ ગયા હતા અને સ્થળ પરથી ભાગી ગયા હતા. સામૂહિક ગોળીબારમાં માર્યા ગયેલી હૈદરાબાદની મહિલાની ઓળખ 27 વર્ષીય ઐશ્વર્યા (Aishwarya Thatikonda) તરીકે થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઐશ્વર્યા તેના મિત્રો સાથે મોલમાં ખરીદી કરી રહી હતી. ટેક્સાસમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે.

એન્જીનીયર ઐશ્વર્યાના પુરુષ મિત્રને પણ ઈજા થઈ છે અને તેની મૈકકિની મેડિકલમાં સારવાર ચાલી રહી છે. હૈદરાબાદના સરૂરનગરના તાતીકોંડા ઐશ્વર્યા રેડ્ડીનું ફાયરિંગમાં મોત થયું હતું. સંબંધીઓના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા પરફેક્ટ જનરલ કોન્ટ્રાક્ટર્સ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. તેના પિતાનું નામ નરસીરેડ્ડી છે.

નરસીરેડ્ડી રંગા રેડ્ડી જિલ્લા કોર્ટમાં જજ છે. ટેક્સાસમાં થયેલ ગોળીબારની વાત કરીએ તો, સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસે હુમલાખોરને ગોળી મારીને મારી નાખ્યા તે પહેલા કેટલાક લોકોએ બે કલાક સુધી મોલમાં આશરો લીધો હતો. ટેક્સાસના ગવર્નરે સામૂહિક ગોળીબારને અકથ્ય દુર્ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકાર સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે તૈયાર કોઈપણને બોલાવશે.

વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ જો બિડેનને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક સત્તાવાળાઓને તમામ સહાયની ઓફર કરી હતી. જો કે, આ દુઃખદ ઘટના અમેરિકામાંથી પહેલીવાર નથી સામે આવી. આ પહેલા પણ આવી અનેક ગોળીબારીની ઘટનાઓ બની ચૂકી છે. અમેરિકામાં સામૂહિક ગોળીબારની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે.

Shah Jina