ભારત સરકાર માટે કામ કરતા IB ઓફિસરે પત્નીની હત્યા કરાવી, વેબ સીરીઝને ફીક્કી પાડે તેવી હત્યાની કહાણી

અમદાવાદમાં વેજલપુરમાં મોટા ઓફિસર પતિએ પત્નીની દર્દનાક હત્યા કરાવી, ગુજરાત પોલીસને હત્યાનો ભેદ ઉકેલતા નાકે દમ આવ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો અંગત અદાવતમાં તો કેટલાક લોકો પારિવારિક ઝઘડાઓમાં પણ કોઈની હત્યા કરી નાખતા હોય છે. તો ઘણીવાર પ્રેમ પ્રસંગો અને પત્ની પત્નીના અણબનાવમાં પણ કોઈની બેરેહમીથી હત્યા કરી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં અમદાવાદ પોલીસે એક એવી જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર અમદવાદના વવેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ 2માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. આ હત્યાની જાણ પોલીસને થતા વેજલપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોકટરના રિપોર્ટ પ્રમાણે મહિલાની હત્યા થઇ હોવાનું સામે આવતા હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

શરૂઆતમાં પોલીસને સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે ચઢ્યા હતા, જેના બાદ અલગ અલગ સીસીટીવી ફૂટેજ ખંગોળિ તપાસ કરતા બંને પ્લેઝર બાઈક લઈને મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાની જાણ થતા બાઈકના નંબરના આધારે તાર તેલંગાણા સુધી પહોંચતા પોલીસે એક ટીમને તેલંગાણા રવાના કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

શકમંદો પાસે રહેલા વાહન વિશે તપાસ કરતા આ બહન ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી ખલીલ ઉદ્દીન સૈયદે ભાડે લીધું હોવાનું પણ સામે આવ્યું હતું, જેના બાદ તપાસ કરતા આ હત્યા તેને કરી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે આ હત્યા કરવાનું ષડયંત્ર મહિલાના પતિએ જ રચ્યું હતું. મૃતક મનીષાબેનના પતિ અને ખલીલ વચ્ચે જૂનો પરિચય હોવાના કારણે આ કામ તેને સોંપ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

મૃતક મનીષાબેનનો પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલા ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે મધ્ય પ્રદેશમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવે છે અને ખલીલ અને બંને મૂળ તેલંગાણાના હોવાના કારણે બંને બચ્ચે પારિવારિક સંબંધો હતામ અને પતિએ જ પારિવારિક ઝઘડાનો અંત લાવવા માટે પત્નીની હત્યાનું કાવતરું રચ્યું હતું. જેના કારણે તેને બે લોકોને છેલ્લા ઘણા સમયથી મનીષાની રેકી કરવા રાખ્યા હતા અને આ સમગ્ર ગતિવધિથી પરિચિત થઇને હત્યાને અંજામ આપી દીધો.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસ તપાસમાં આ હત્યાકાંડની અંદર ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છેહ. જેમાંથી એક આરોપીને પોલીસે તેલંગાણાથી ઝડપી લીધો છે. જયારે મૃતક મનીષાબેનના પતિ આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને આ હત્યામાં સાથ આપનાર સતીશ અને જાવેદ ફરાર છે. આ ત્રણેયની ધરપકડ બાદ હત્યામાં મોટા ખુલાસા પણ થઇ શકે છે.

Niraj Patel