પ્રેમલગ્નનો કરૂણ અંજામ : અમદાવાદની યુવતિએ ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન પણ 6 મહિનામાં જ કરી લીધી આત્મહત્યા- જાણો કારણ

અમદાવાદમાં પત્નીની લાશ હોસ્પિટલમાં મુકી ભાગી ગયો પતિ, લગ્નના માંડ 6 જ મહિના થયેલા, જાણો શું મેટર છે

Ahmedabad Wife suicide : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર શારીરિક કે માનસિક ત્રાસને કારણે આપઘાતના બનાવ બનતા હોય છે. ઘણીવાર તો પરણિતાઓ પણ કોઇ કારણોસર આપઘાત કરી લેતી હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગાંધીનગરની કૃણાલી પરમારે અમદાવાદના માધુપુરાના હિમાલય મહેરિયા સાથે 6 મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.

પણ લગ્નના 6 મહિનામાં જ કૃણાલીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આ આપઘાતનું કારણ કૃણાલીનો લાલચુ પતિ હતો. તે યુવતીના પરિવાર પાસેથી સતત માગણી કરતો અને તેની સાથે મારઝૂડ પણ કરતો. જ્યારે કૃણાલીએ આપઘાત કર્યો તે દિવસે પણ બંને વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો. જે બાદ આખરે કંટાળી કૃણાલીએ જીવન ટૂંકાવી લીધુ. આ ધટનાથી પરિવારમાં પણ માતમ છવાયો છે અને એક ભાઇ તેની એકની એક બહેનના આપઘાત બાદ ન્યાયની માંગ કરી રહ્યો છે.

મૃતકના પરિવાર દ્વારા દહેજ ભૂખ્યા પતિ અને સાસરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી માંગ કરાઇ છે. 22 વર્ષીય કૃણાલી નર્સ બનીને લોકોની સેવા કરવાનું સપનું ધરાવતી હતી અને તેણે આ માટે નર્સિંગનો અભ્યાસ પણ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન માધુપુરા તે લગ્ન પ્રસંગે એક સંબંધીના ઘરે આવી હતી અને આ દરમિયાન જ તેની હિમાલય સાથે મિત્રતા થઈ હતી. જો કે, આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને કૃણાલીએ હિમાલય સાથે સુખી લગ્ન જીવનનું સપનું જોયુ. કૃણાલી પોતાના પાલતું ડોગ સાથે ઘરેથી ભાગી હતી અને તેણે હિમાલય સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.

પણ લગ્નના થોડા જ દિવસોમાં તેના પતિ હિમાલયે તેનો અસલી ચેહરો બતાવાનું શરૂ કર્યું. હિમાલય દ્વારા જે માનસિક-શારીરિક ત્રાસ આપવામાં આવતો તે કૃણાલી સહન કરતી રહી. જો કે, ચાની કીટલી ચલાવનાર હિમાલયે લગ્નના સુનેરા સપના દેખાડ્યા બાદ કૃણાલી મોતને ભેટી. યુવતીના આપઘાત બાદ પતિ હિમાલય મૃતદેહને હોસ્પિટલમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. જો કે, માધુપુર પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી આ મામલાની તપાસ શરૂ કરી છે.

Shah Jina