પાંચ વર્ષથી પરિણીતા અનુરાધા નું ઇન્ઝમામ સાથે ચકકર ચાલતું હતું, સેલોટેપથી હાથ બાંધી આપ્યું દર્દનાક મૃત્યુ

બીજા છોકરા સાથે પ્રેમસબંધ માટે પતિને પતાવનાર કેવી ખરાબ બાયડી કહેવાય…ભાભીના ઇન્ઝમામ સાથેના આડાસંબંધમાં ભાઇને ગુમાવનાર બહેનનો વલોપાત- જાણો સમગ્ર મામલો

અમદાવાદમાંથી હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ખોખરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને બીજા ધર્મના પ્રેમી સાથે આંખ મળી ગઇ હતી અને તેને પામવા માટે પરણિતાએ તેના પતિની હત્યા કરી નાખી.ખોખરામાં હિન્દુ યુવતીએ બીજા ધર્મના પ્રેમીને પામવા પતિની દવા પીવડાવી ગળું દબાવી હત્યા કરી નાખી. પરણિતાને છેલ્લા પાંચેક વર્ષથી બીજા ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ માટે આરોપી પત્ની પતિને રસ્તામાંથી હટાવવા રાજકોટથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા લાવી અને રાત્રે દોઢેક વાગ્યે પતિને દવા પીવડાવી તેનું ગળું દબાવી હત્યા કરી દીધી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધી પરણિતા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી.રોહિત બાંમણીયા મૂળ દાહોદના છે અને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે અમદાવાદના ખોખરા રેલવે કોલોની ખાતે રહે છે. રોહિતની પત્નીને છેલ્લા પાંચેક વર્ષથી રાજકોટના ઇન્ઝમામ ખ્યાર નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો અને તેને પામવા માટે તેમજ પતિને રસ્તામાંથી હટાવવા માટે તેણે પ્લાન બનાવ્યો. આરોપી ઇન્ઝમામ રાજકોટ ખાતેથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા (સલફાસ) લઇ આવ્યો. 12 જાન્યુઆરીએ રાત્રે દોઢેક વાગ્યે રોહિતને વિશ્વાસમાં લઇ તેને ઝેરી દવા પીવડાવી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખવામાં આવી.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે તેમણે ઘટના સ્થળ પર પોહંચી બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો અને તેમની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી. ત્યારે આ મામલે મૃતક રોહિતની બહેને પોતાની આપવીતી જણાવી છે અને તેની ભાભી પર ગુસ્સો ઠાલવ્યો છે. મૃતકની બહેને કહ્યું કે, કેવી બાયડી હશે કે બીજા છોકરા સાથે પ્રેમસબંધ માટે પોતાના પતિની જ હત્યા કરી નાંખી. બીજા પુરુષ સાથેના સબંધમાં પતિને જ પતાવી દીધો હોય તો કેવી ખરાબ કહેવાય બાયડી. મૃતકની બહેન મનીષાએ કહ્યુ કે, તેણે તેની ભાભી અનુરાધાના કપટને કારણે યુવાન ભાઇને ગુમાવ્યો છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેના ભાઇની ઉંમર 25 વર્ષ હતી અને આટલી નાની ઉંમરના તેના ભાઇને ભાભીએ મારી નાખ્યો. એને ભાગી જવું હતું તો મારા ભાઈને કેમ મારી નાખ્યો ? એનો શું ગુનો હતો? તેણે કહ્યુ કે, બંનેને સજા મળવી જોઈએ. તે આગળ કહે છે કે તેના પપ્પા નથી અને જયારે તે 10માં ધોરણમાં ભણતી ત્યારે જ ગુજરી ગયા હતા. મમ્મી ખેતીકામ કરે છે અને મમ્મીએ જ બંનેને મોટા કર્યા છે. મમ્મી પર હવે શું વીતશે ? છોકરાના ભરોસે જીવવા છોકરાને મોટો કર્યો અને હવે તેની પત્નીએ જ ભાઈને મરાવી નાંખ્યો. ઉલ્લેખનીય છે કે, તેણે તેની આરોપી ભાભી અનુરાધા પર ઘણા પ્રહાર અને આક્ષેપ કર્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેણે કહ્યુ- અનુરાધા મારા ભાઈ પાસેથી પૈસા લઈને બીજા છોકરા પાછળ વાપરતી હોય તો શું ખબર, ભાઈને ડરાવી ધમકાવીને રાખતી હોય તો શું ખબર. ઉલ્લેખનીય છે કે, લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ મૃતક અને તેની આરોપી પત્ની અનુરાધાને કોઈ સંતાન નહોતું. લગ્નના થોડા સમય બાદ જ અનુરાધા સો.મીડિયાના માધ્યમથી રાજકોટના ઇન્ઝમામ ખ્યારના સંપર્કમાં આવી હતી અને બંનેની વાતચીત વધતા તે બંને પ્રેમમાં પડ્યા હતા. રોહિતની બહેન મનીષાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યુ કે, આ લોકોએ કાવતરું રચીને ભાઈને મારી નાખ્યો. તેને ન્યાય મળવો જોઈએ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મીડિયા અહેવાલ અનુસાર, ઇન્ઝમામ રાજકોટથી ઝેરી દવા લઈને અમદાવાદ આવ્યો અને તે પહેલાથી રોહિતના પરિચયમાં હોવાને કારણે રોહિતને અંધશ્રદ્ધામાં ભોળવી લીધો અને તે બાદ પ્લાનિંગ પ્રમાણે ઇન્ઝમામ 11 જાન્યુઆરીએ 11 વાગ્યાની આસપાસ રોહિતના ઘરે પહોંચ્યો. ત્યારે અનુરાધા સંબંધી દિલીપભાઈને ત્યાં ગઈ હતી અને ત્યારે જ રોહિતને અંધશ્રદ્ધામાં ભોળવી પેટમાં દુઃખાવાની દવા છે તેમ કહી ઇન્ઝમામ જે ઝેરી દવા લાવ્યો હતો તે પીવડાવી દીધી અને દવાની અસર થતા રોહિતના બંને હાથ સેલોટેપથી બાંધવામાં આવ્યા અને પછી તેનું ગળું દબાવવામાં આવ્યુ. જેને કારણે રોહિત તરફડીયા મારીને બેભાન થઈ ગયો હતો.

Shah Jina