અમદાવાદમાં પિતાએ જ કરી નાંખી પુત્રની હત્યા, ડરામણો અને વિચિત્ર કિસ્સો

અમદાવાદમાં: બાપે સગા દીકરાની હત્યા કરી નાખી, કારણ જાણીને ટાંટિયા ધ્રુજવા લાગશે…ઘોર કળયુગ આવ્યો છે પણ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ગુન્હાહિત પ્રવૃત્તિઓમાં તોતીંગો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ચોરી અને લૂંટફાટ ઉપરાંત હત્યાના પણ ઘણા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક બાપે જ પોતાના દીકરાનું કાસળ કાઢી નાખ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સરદાર નગરમાં રહેતા ભવાન ભરવાડ નામનો એક યુવક દારૂના રવાડે ચઢી ગયો હતો. ભવાન રીક્ષા ચલાવતો હતો, પરંતુ દારૂ પીવાની લતના કારણે પરિવારમાં પણ અવાર નવાર ઝઘડા થતા રહેતા હતા અને પત્ની સાથે પણ મન દુઃખ થતા તેની પત્ની પણ પિયર ચાલી ગઈ હતી.

જેના બાદ ગત રોજ ભવાન સાથે તેના પિતા કનુ ભરવાડને દારૂની બાબતને લઈને ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલો બધો વણસી ગયો હતો કે પિતાએ જ દીકરાને માર માર્યો હતો અને તેના કારણે ભવાનનું મોત નીપજ્યું હતું. આ બાબતે કનુ ભરવાડના અન્ય એક દીકરાએ તેના પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ પણ લોકોને ખુલ્લેઆમ દારૂ મળી રહે છે અને ઘણા લોકો દારૂના રવાડે પણ ચઢી જતા જોવા મળે છે. દારૂના કારણે જ ઘણા પરિવારો પણ બરબાદ થઇ જાય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી સામે આવેલી આ ઘટના પણ તેનું જ એક મોટું ઉદાહરણ છે. ફરિયાદ કરનાર કનુભાઈના દીકરાને તેનો ભાઈ ગુમાવવો પડ્યો અને પિતાને જેલના સળિયા પાછળ ધકેલવાની ફરજ પડી.

Niraj Patel