અમદાવાદથી રાજકોટ જતા આ જગ્યાએ રસ્તા પર આવી જાય છે ભૂત, ભયના માર્યા ડરે છે લોકો, તમે પણ સાવધાન….

અમદાવાદથી રાજકોટ તરફ જતા વચ્ચે બગોદરા ગામ આવે છે અને બગોદરા હાઈવે પર અવાર નવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બનતી હોવાનું પણ સામે આવે છે. અહીં ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે અને આ જગ્યા પણ વિવાદાસ્પદ છે. ત્યારે આજના આધુનિક સમયમાં પણ કેટલીક એવી જગ્યા છે, જ્યાં સૂર્યાસ્ત બાદ કોઈ ફરકતું નથી. ગુજરાતમાં પણ આવો એક હાઇવે છે અને આ હાઇવે છે બગોદરા હાઈવે…

આપણે ઘણીવાર બગોદરા હાઇવે પર થતા અકસ્માતોની ઘટના સાંભળી હશે. બગોદરા હાઈવે પર રાત્રિના સમયે એક પ્રેતાત્મા ફરતી હોવાની વાયકાઓ છે અને આ અંગેના અનુભવો પણ કેટલાકે વર્ણવ્યા છે. કેટલીકવાર નેશનલ હાઈવે નંબર-47 પર જે ઘટના બે છે તેની પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ કારણભૂત હોવાનું લોકો માને છે. બગોદરા અને લીંબડી હાઈવે વચ્ચેના વિસ્તારમાં કોઈ મહિલાની આત્મા ભટકતી હોવાનું લોકો દ્વારા કહેવાય છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે, જે લોકો આ માર્ગ પર અડધી રાત્રે એકલા મુસાફરી કરે છે, તેને આત્મા દેખાય છે અને આ અદ્રશ્ય આત્મા કેટલાય લોકોના મોતનું કારણ પણ બની ચૂકી છે. અહીંથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે. પણ ખાસ રાત્રિના સમયે આ આત્મા લોકોની સામે આવી ધ્યાન ભટકાવે છે અને તેમને નુકસાન પહોંચાવવાનો પ્રયત્ન કરે છે. રાતના સમયે જે લોકો હાઈવે પરથી વાહનો લઈને પસાર થાય છે તેઓનું કહેવું છે કે ક્યારેક અહીં અજીબોગરીબ અવાજ સંભળાય છે અને ક્યારેક તો કાનને ફાડી નાખે તેવી ચીસો પણ સંભળાય છે.

જો કે, આવા ભયાનક અવાજ જ લોકોનું ધ્યાન ભટકાવે છે અને અકસ્માત સર્જે છે. આ હાઈવે પર જો તમને કોઈ રહસ્યમય મહિલાઓ કે કોઈ વસ્તુ દેખાય તો તેના પર ધ્યાન ન આપો. કેટલાક ડ્રાઈવરો દ્વારા પણ દાવો કરાયો છે કે, આ જગ્યા ભયંકર રીતે સૂમસામ છે અને અનેક ડ્રાઈવરોએ રસ્તાના કિનારે મહિલાઓ અને ભિખારીઓને જોયા છે અને વાહન નજીક આવતા તે ગાયબ થઈ જાય છે. જો કે, ઘણા એવું પણ માને છે કે અહીં એક મહિલા લિફ્ટ માંગતી હોવાનો ઢોંગ કરે છે અને તેના લીધે પણ અકસ્માત સર્જાય છે.

Shah Jina