અમદાવાદની શાળાના 9માં ધોરણનો વિદ્યાર્થી અચાનક ચાલુ શાળાએ જ થયો ગુમ, CCTVમાં કેદ થઇ ઘટના, સ્કૂલમાંથી એવો જવાબ મળ્યો કે…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક  એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જેને સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલમાંથી જ એક 9માં ધોરણનો વિદ્યાર્થી ગુમ થઇ ગયો છે. આ વિદ્યાર્થી ગઈકાલે ગુમ થયો હતો અને એક દિવસ પૂરો થવા છતાં પણ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી, ખાસ વાત તો એ હતી કે આ વિદ્યાર્થી ચાલુ શાળાએ જ ગુમ થઇ ગયો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આવેલા ઠક્કરબાપા નગરમાં અવેલ રઘુવીર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ ગતરોજ સવારે ગુમ થઇ ગયો હતો. જેનો એક દિવસ વીતવા છતાં પણ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. જેના બાદ બાળકના પરિવારજનો શાળામાં પહોંચ્યા હહત અને આ મામલે સ્કૂલની બેદરકારી પણ ગણાવી હતી. શાળમાં આવેલા બાળકના પરિવાજનોએ હોબાળો પણ મચાવ્યો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સવારે 9.25 કલાકની આસપાસ માનવ સ્કૂલની બહાર જતો રહ્યો હતો અને હજુ સુધી તે પરત નથી ફર્યો. માનવાના ગુમ થવાની જાણ પરિવારને થતા જ તે સ્કૂલમાં આવી પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે સ્કૂલની બેદરકારીના કારણે જ માનવ સ્કૂલમાંથી ભાગીને ગુમ થઇ ગયો છે. આ અંગે શાળાને રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો.

સામે આવેલા સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે એક દૃશ્યમાં દે સ્કૂલના બાંકડા પર બેઠો છે અને સ્કૂલના બીજા બાળકો પણ રમતા નજર આવી રહ્યા છે. માનવ ભાગવા માટે આજુબાજુ નજર પણ દોડાવે છે, જેના બાદ એક વ્યક્તિ બહાર જાય છે અને પછી માનવ ઉભો થઈએ બંને બાજુ નજર નાખી કોઈ જુએ ના તેમ દોડીને સ્કૂલના ગેટની બહાર ચાલ્યો જાય છે. આ બબિત સ્કૂલ તરફથી તેનો એસાઇમેન્ટ ઘરે રહી ગયો હોય અને ઘરેથી તેને મંગાવવા કહ્યું હતું, જેના બાદ તેને બહાર બેસાડી રાખ્યો હતો.

Niraj Patel