બજારમાં કેરીનો રસ પીવાવાાળા થઇ જજો સાવધાન ! અમદાવાદમાં થયેલ રિસર્ચમાં સામે આવ્યો આ ચોંકાવનારા ખુલાસા

જો તમે બજારમાં મળવા વાળા ડબ્બામાં બંધ કેરીના રસનુ સેવન કરી રહ્યા છો તો સાવધાન થઇ જાઓ. કંઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલ શોધમાં ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કેરીના રસમાં ઉચ્ચ સ્તરના પોષક ત્તત્વો અને ખાંડ હોય છે. જે તમને બીમાર કરી શકે છે. બજારમાં વેચાનાર કેરીના રસનો સ્વાદ જેટલો સારો હોય છે, તેટલો જ તે હાનિકારક પણ હોય છે.

જો તમે બજારમાં નામી બ્રાંડના કેરીના રસનું સેવન કરો છો તો તમારે ખાસ કરીને સતર્ક રહેવુ જોઇએ. એક વ્યક્તિને એક દિવસમાં માત્ર 20 ગ્રામ કે 30 ગ્રામ ખાંડની જ આવશ્યકતા હોય છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ રસમાં ફૂડ કલર અને વધુ માત્રામાં ખાંડ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

CIRCના મુખ્ય મહાપ્રબંધક આનંદિતા મેહતાએ કહ્યુ કે, તેમની કંપની દ્વારા 10થી વધુ બ્રાંડો પર શોધ કરવામાં આવી, જેમાં અધિકાંશ નમૂનામાં હાનિકારક વસ્તુ મળી. કેરીના રસની વધારે અસર જેમને અસ્થમા અને ડાયાબિટિસની બીમારી છે તેમને વધુ પડે છે. CIRCના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત કાર્બાઇડથી પાકેલી કેરી ચમકદાર હોય છે.

Shah Jina