અમદાવાદમાં મેઘો થયો ગાંડોતૂર ! આખું અમદાવાદ પાણી-પાણી, ઠેર-ઠેર સર્જાયા એવા દ્રશ્યો કે જોતા જ ડરી જશો

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. સમગ્ર ગુજરાતમાં હાલ તો મૂશળધાર વરસાદની સ્થિતિ છે અને તેમાં પણ અમદાવાદ તો એક દિવસમાં જ પાણી પાણી થઇ ગયુ હતુ. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં તો 3 કલાકમાં સરેરાશ 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. પાલડીમાં સૌથી વધુ સાડા 9 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ સિવાય જોઇએ તો, ઉસ્માનપુરામાં 8 ઈંચ, જોધપુર વિસ્તારમાં સવા 7 ઈંચ, મક્તમપુરામાં સવા સાત ઈંચ, બોપલ, ગોતામાં 6 ઈંચ, સરખેજ અને રાયખડમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, મોડી સાંજે શરૂ થયેલ વરસાદને પગલે આખું અમદાવાદ એક જ દિવસ રાતમાં જળબંબાકાર થઇ ગયુ હતુ.શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી આવી ગયા હતા.

અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદની સ્થિતિને જોતા વાસણા બેરેજના 8 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે મુખ્યમાર્ગો પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મીઠાખળી, મકરબા, પરીમલ અને દક્ષિણી અંડરપાસ બંધ કરવાની પણ ફરજ પડી હતી. રવિવારના રોજ ફરવા નીકળેલા લોકો પણ ભારે વરસાદને કારણે ઘણા જ પરેશાન થયા હતા.

વાહનો પણ વરસાદને કારણે રસ્તામાં જ બંધ થઇ ગયા હતા અને કેટલાકને તો વાહનો રોડ પર મૂકી જ જવાની ફરજ પડી હતી. ઘણી જગ્યાએ તો વાહનોના થપ્પા પણ જોવા મળ્યા હતા. અમદાવાદમાં મૂશળધાર વરસાદને પગલે અનેક સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદની સ્થિતિને જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા.

જણાવી દઇએ કે, અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હતો.ઉસ્માનપુરામાં 15 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ, પાલડીમાં 12 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, બોપલમાં 12 ઇંચ, મુક્તમપુરામાં 12 ઇચં, જોધપુરમાં 12 ઇંચ, ગોતામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. આમ સરેરાશ જોવા જઇએ કો, અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.

મુખ્યમંત્રીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વરસાદની વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ, ક્વાંટમાં 17.3 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ, તો ડાંગ જિલ્લામાં સરેરાશ 12 ઇંચ અને છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં રવિવારે પડેલા વરસાદે થોડો વિરામ લીધા બાદ મોડી રાત્રે બે વાગ્યાથી ફરી શરૂ થયો હતો અને તે બાદ બે કલાકમાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.  અમદાવાદમાં સોમવારના રોજ સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 14.29 ઇંચથી પણ વધુુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે આજે શાળા કોલેજોને પણ બંધ રાખવામાં આવી હતી. ગાર્ડન પણ બંધ કરી દેવામાં આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વરસાદે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રવિવારે ધમરોળી નાખ્યુ હતુ. છોટાઉદેપુરના બોડેલીમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘણા પાણી ભરાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. રાજકોટ, બનાસકાંઠા અને વલસાડમાં NDRFની 1 – 1 ટીમ, નવસારીમાં NDRFની 2 ટીમ, ભાવનગર, કચ્છ અને અમરેલીમાં NDRFની 1 – 1 ટીમ અને જામનગર, ગીર સોમનાથ અને સુરતમાં NDRFની 1 – 1 ટીમ, દ્વારકા અને જૂનાગઢમાં NDRFની 1 – 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Shah Jina