ખબર

અમદાવાદમાં મિત્રની પત્ની સાથે આડા સંબંધો રાખવા પડ્યા ભારે, પત્ની સાથે મળીને મિત્રએ જ માથું ધડથી કરી નાખ્યું અલગ, કેનાલમાં ફેંકી લાશ, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

“મારો પતિ બહાર ગયો છે, હું ઘરે એકલી છું”, પ્લીઝ આવી જાઓને… એમ કહીને મહિલાએ પતિના મિત્રને ઘરે મળવા બોલાવ્યો, આંખે પાટા બાંધીને ….તલવારનો ઘા ઝીંકીને માથું ધડથી અલગ કરી નાખ્યું…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોની અંગત અદાવતમાં તો ઘણા લોકોની પ્રેમ સંબંધોમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે. આવો જ એક રૂંવાડા ઉભા કરી દેનારો હત્યાનો મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મિત્રએ જ તેની પત્ની સાથે મળીને એક યુવકની હત્યા કરી નાખી અને લાશને કેનાલમાં ફેંકી દીધી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક યુવક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે તેની શોધખોળ દરમિયાન યુવકની લાશ મળી આવતા મામલો ચર્ચામાં આવ્યો હતો. આ બાબતે તપાસમાં સામે આવ્યું કે જે યુવકની લાશ મળી હતી તે યુવકની હત્યા તેના જ એક મિત્ર અને તેની પત્નીએ મળીને કરી નાખી હતી. યુવકના તેના જ મિત્રની પત્ની સાથે આડા સંબંધો હોવાના કારણે આ હત્યા થઇ હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

યુવકની તેના મિત્રના ઘરે આવન-જાવન રહેતી હતી. જેના બાદ તેના જ મિત્રની પત્ની સાથે તેની વાતચીત શરૂ થઇ હતી. બંને ફોન પર પણ વાતો કરતા હતા અને યુવક તેના મિત્રની પત્નીને તેની સાથે સંબંધો બાંધવાનું પણ કહેતો હતો. આ વાત તેના મિત્રને ખબર પડતા જ તેને સમજાવ્યો પણ હતો અને કહ્યું હતું કે તે તેની પત્ની સાથે વાત ના કરે. પરંતુ યુવક માન્યો નહિ અને ગંભીર પરિણામ આવ્યું.

મિત્રએ આ બાબતથી છુટકારો મેળવવા માટે તેની પત્ની સાથે મળીને યુવકની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું. પત્નીએ પહેલા તો યુવકને મળવા માટે તેના ઘરે ફોન કરીને બોલાવ્યો. યુવક આવતા જ તેને સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે એમ કહીને તેની આંખે પાટા બાંધી દીધા. જેના બાદ પાછળથી પતિએ તલવારનો ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. જેના બાદ યુવકનું માથું ધડથી અલગ કરીને તેની લાશના ટુકડા કેનાલમાં ફેંકી દીધા હતા.