આઈશા કેસમાં આવ્યો મોટો વળાંક: સાસરિયાએ કર્યો ગર્ભમાં રહેલા બાળકને લઇને આ આક્ષેપ, મોટી બહેનને આવ્યો બ્રેઇન સ્ટ્રોક

અમદાવાદના ચકચારી આઇશા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. પતિ આરીફને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું છે.

આરીફ આઇશાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતો હતો. આસિફ આઈશાના મામાનો દીકરો છે. બાળકને લઈને પણ આઇશા પર આરીફે આક્ષેપ કર્યા છે. પતિ આક્ષેપ લગાવતો હતો કે, આઇશાના પેટમાં તેનું નહીં, પરંતુ આસિફનું બાળક છે.

અમદાવાદના વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઈશાએ પતિ અને તેનાં સાસરિયાંના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પતિ આરિફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરિફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો.

આઇશાના આપઘાતથી આખો પરિવાર આઘાતમાં છે. મૃતક આઇશાની મોટી બહેન પિંકીને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસ આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને પણ પોલીસ તપાસ કરશે. મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ પોલીસ મેળવશે. અગાઉ આઇશા કેસ વકીલે કહ્યુ હતુ કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું.

પોલીસે આરીફના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં પોલીસે રજુઆત કરી હતી કે, આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વીડિયો વાયરલ કર્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે. જેના માટે કોર્ટે, દલીલો ગ્રાહ્ય રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Image Source

આઇશાએ શેર કરેલા વીડિયો અને ઓડિયોનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પુરાવાઓમાં તેને આરીફ દ્વારા આત્મહત્યા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય અને દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આઇશાના પતિ આરીફને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. આઇશાના પરિવાર સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સોશિયલ મીડિયા પર આરીફને કડક સજા મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે.

હાલ આરોપી આરીફ 6 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર છે. તો સાથે જ AIMIM પાર્ટીના અસુદ્દીન ઔવેસીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દહેજ ભૂખ્યા સાસરિયા પર ફીટકાર વરસાવી રહ્યાં છે.

જુઓ આપઘાત પહેલાની વાતચીતનો વીડિયો :-

Shah Jina