અમદાવાદમાં માત્ર બે દિવસમાં અધધધધધધધધધ કરોડના કારનું વેચાણ થયું, આંકડો સાંભળીને કહેશો ક્યાં ગઈ ભાઈ મંદી

છેલ્લા 2 વર્ષમાં લોકડાઉનની ઘણી અસર રહી હતી અને લોકોના ધંધા ઠપ્પ થઇ ગયા હતા. હવે આખરે 2 વર્ષ પછી પહેલી વાર ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી પર્વના ફક્ત 2 દિવસમાં 250 કરોડના વાહનોનું વેચાણ થઇ ચૂક્યું છે.

1 હજારથી વધુ લગ્ઝ્યૂઅરિઅસ કાર, 4 હજારથી વધુ અન્ય ફોર વ્હીલર તેમજ 4 હજારથી વધુ 2 વ્હીલરનું વેચાણ માત્ર અમદાવાદ શહેરમાં થયું છે.. ધનતેરસ અને પુષ્યનક્ષત્રના દિવસે અમદાવાદ સિટીમાં આશરે 250 કરોડથી વધુના ફોર વ્હીલર ગાડીઓનું વેચાણ થયું ચૂક્યું છે

જેમાં અંદાજે 75 હજારની કિંમતના 4 હજાર ટુ વ્હીલર, 7 થી 10 લાખની કિંમતની 2500 કાર અને 60 લાખથી વધુની કિંમતની 120 જેટલી કારનું વેચાણ થયું હતું. તહેવારો નિમિત્તે ગત વર્ષની તુલનામાં વાહનોના વેચાણમાં વધારો નોંધાયો છે.

YC