અમદાવાદના ડોકટરે વગર ઓપરેશને ઉતાર્યુ 44 કિલો વજન, 6 મહિનામાં થયો એવો ચમત્કાર કે, ‘ગેંડાનું બચ્ચું’ જે કહેતા એ પણ હવે…

પહેલા ડોકટર હાથી, ગેંડાનું બચ્ચું કહેતા, અમદાવાદના ડૉક્ટરએ ઉતાર્યું 44 કિલોગ્રામ વજન, હવે બધાને આપી જોરદાર ટિપ્સ

આપણી વ્યસ્ત દિનચર્યામાં આપણે આપણી જાતનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. આ કારણે અનેક રોગો આપણા શરીરને પોતાનું ઘર બનાવી લે છે. આવો જ એક રોગ છે સ્થૂળતા. સ્થૂળતા ઘટાડવા માટે લોકો શું-શું કરે છે, ક્યારેક કેટલીક ઔષધિઓ તો ક્યારેક કેટલાક ઘરેલું ઉપચાર. પરંતુ તેમ છતાં વજન વધ્યા પછી ઓછું કરવું તે થોડુ મુશ્કેલ છે પરંતુ ના મુમકીન નથી. તેનું કારણ વજન ઘટાડવાની ખોટી પદ્ધતિ અપનાવવાનું પણ હોઇ શકે છે. સામાન્ય રીતે ઓબેસિટીના કિસ્સામાં લોકો વજન ઉતારવા માટે ઓપરેશનનો સહારો લેતા હોય છે,

સગા સંબંધીઓ અને મિત્રો સાથે અન્ય લોકો પણ ઓપરેશનથી વજન ઉતારવાની સલાહ આપતા હોય છે. ત્યારે આવી સલાહો વચ્ચે એક કિસ્સો સામે આવ્યો છે, જે અમદાવાદના એક ડોક્ટરનો છે. ખાવાના શોખીન એવા ડોક્ટરનું વજન 131 કિલો થઈ ગયું હતું અને સ્થૂળતાને કારણે લોકો તેમને ડોકટર હાથી, ગેંડાનું બચ્ચું વગેરે કહેતા હતા. ત્યારે આ ડોક્ટરે પોતાનું વજન ઘટાડવા કોઈપણ જાતના ઓપરેશનનો સહારો ન લીધો અને વગર ઓપરેશને જ પોતાનું વજન 131 કિલોમાંથી 44 કિલો ઘટાડી 87 કિલો કર્યુ.

આ કિસ્સો અમદાવાદના ચાંદખેડામાં રહેતા ડોક્ટર આશિષ શાહનો છે. આ ડોક્ટરનું વેઇટ લોસની આજે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયુ છે. ડો.આશિષ શાહ ખાવાના એટલા શોખીન કે આ જ વસ્તુ તેમનો દુશ્મન બની ગયુ અને તેના કારણે જ તેમનું વજન 131 કિલો થઈ ગયું હતુ. તેમના વજન વધતા તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમને ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડતી હતી.

તેમની તકલીફો ઘટવાની જગ્યાએ વધવા લાગી હતી અને વધુ વજનના કારણે ડૉક્ટર્સની યોજાતી ક્રિકેટ ટૂર્નામેન્ટની ટીમમાં પણ તેમને સ્થાન ન મળ્યું. આ ઉપરાંત તેમને તેમના મનપસંદ કપડાં પણ મળતાં નહોતા અને આ બધી સમસ્યાઓથી તે ખૂબ જ ચિંતિંત હતા. જે બાદ તેમને ઓપરેશનથી વજન ઓછું કરાવવાની સલાહ મળી, અને આખરે તેમણે વજન ઉતારવાનું નક્કી પણ કર્યું. પરંતુ તેઓએ ઓપરેશન વગર જ તેમનું વજન ઉતાર્યુ.

તેઓ કહે છે કે સૌથી પહેલા તેમણે સંપૂર્ણ રીતે ફાસ્ટ-ફૂડને છોડીને પ્રોટીનયુક્ત આહાર લેવાનું શરૂ કર્યું અને દરરોજ એક કલાક જિમથી શરૂઆત કરી પછી 4 કલાક જીમમાં વર્કઆઉટ કરતા. આ સાથે જ તેમણે સાઈક્લિંગ પણ શરૂ કર્યું, અને માત્ર 6 મહિનામાં તેમની મહેનતનું પરિણામ મળ્યું. 131 કિલોના ડૉ. આશિષ શાહે 44 કિલો વજન ઘટાડ્યુ.

Shah Jina