કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડરમાં નવો વણાંક: બંને બોડીના મોઢાના ભાગે એવું દેખાયું કે થર થર ધ્રુજી ઉઠશો

મૃતક ભારતી અને ચંપાબેન LG માં જવાના હતા પણ કર્ણમાં કઈ રીતે ગયા? મારી ભારતી દેખાવડી હતી એટલે…..હવે આવ્યો નવો વણાંક

હાલ તો અમદાવાદના ભુલાભાઇ પાર્ક નજીક આવેલી કર્ણ હોસ્પિટલનો ડબલ મર્ડર કેસ ઘણો જ ચર્ચામાં છે, જ્યાં ઓપરેશન થિયેટરમાં એક કબાટમાંથી પરણિત યુવતીની લાશ મળી આવી અને તે બાદ તેની માતાની પણ લાશ મળી આવી. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે, અને ઘટનાની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ હત્યા કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, હત્યારો બીજો કોઇ નહિ પણ હોસ્પિટલનો કમ્પાઉન્ડર જ નીકળ્યો. આરોપી કમ્પાઉન્ડર મૃતક ભારતીની સારવાર કરતો હતો.

એક કાનની સારવાર સફળ રહ્યા બાદ ભારતીએ બીજા કાનની સારવાર શરૂ કરાવી હતી અને આ દરમિયાન જ કેટામાઈનનું ઈન્જેક્શન આપતા ગણતરીના સમયમાં તેનું મોત થયું હતું. જે બાદ માતાને ઈન્જેક્શન આપ્યું હતું. ડોક્ટરની ગેરહાજરીમાં આરોપી કમ્પાઉન્ડર મનસુખ ગેરકાયદે સારવાર કરતો અને કમ્પાઉન્ડર CCTV પણ બંધ રાખતો. ત્યારે આ ડબલ મર્ડર કેસમાં પરિવારના નવા આક્ષેપથી વળાંક આવ્યો છે. આરોપી મનસુખ સસ્તામાં ઓપરેશન કરવાની લાલચ આપતો અને દર્દીઓને વહેલી સવારમાં બોલાવતો પણ આ મામલે હવે મૃતકના પરિવારજનોએ ભારતીબેન સાથે શારીરિક બળજબરી થયાનો આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત CBI તપાસની માગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ચંપાબેનના ભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે, સવારે 9 વાગ્યા બાદ તેમની બહેન અને ભાણી દવાખાને ગયા અને ત્યારે બંનેની એન્ટ્રી હોસ્પિટલમાં થઈ ત્યાં સુધીના CCTV ચાલુ હતા પણ તે બાદ અચાનક 9:15 થી 10:30 સુધી CCTV કેમેરા બંધ કરી દેવાયા અને આ દરમિયાન જ હત્યાનો બનાવ બન્યો. તેમણે કહ્યુ કે, તેમને આશંકા છે કે તેમની ભાણી દેખાવડી હતી તો તેની સાથે હત્યારાએ શારીરિક બળજબરી કરી છે અને આ દરમિયાન તેણે પ્રતિકાર કર્યો હોઈ શકે અને એટલા માટે જ પહેલા તેને ઇન્જેક્શન આપવામાં આવ્યુ અને પછી તેનું ગળું દબાવી હત્યા કરી હશે.

તેમણે વધુમાં જણાવ્ય કે, ભારતી સાથે શારીરિક બળજબરી દરમિયાન અવાજ સાંભળીને ચંપાબેન પણ અંદર રુમમાં પહોંચી ગયા હશે એટલે જ તેમની પણ હત્યા કરી દેવામાં આવી હશે.. આ ઉપરાંત તેમને જબરદસ્તી દવા પીવડાવવાનો પણ પ્રયાસ થયો હશે. તેમણે કહ્યુ કે, તેમના મોઢાના ભાગે દવાના કારણે કાળા નિશાન પણ પડી ગયા છે. તેઓ કહે છે કે, આ સમગ્ર ઘટનામાં ડોક્ટર પણ એટલા જ જવાબદાર છે, કારણ કે કોઈ કંપનીમાં બનાવ બને તો તેની જવાબદારી તેના માલિકની નક્કી થાય છે.

તો હોસ્પિટલમાં બનાવ બન્યો તો તેની જવાબદારી પણ હોસ્પિટલની હોવી જોઈએ. મૃતક ભારતીબેનના પતિએ કહ્યું કે, તેઓ AMCની સાફસફાઈ કરતી ગાડી ચલાવે છે અને તેમના લગ્ન 4 વર્ષ પહેલા ભારતી સાથે થયા હતા. તેમણે કહ્યુ કે, તેઓ જ્યારે પણ કર્ણ હોસ્પિટલમાં બતાવવા જાય ત્યારે કમ્પાઉન્ડર દવા આપતો અને તેમને એમ હતુ કે, ડોકટરના કહેવા પર તે દવા આપતો હશે. તેમણે આગળ કહ્યુ કે, આમાં બીજા લોકો પણ હોઈ શકે છે અને તે માટે CBI દ્વારા તપાસ થવી જોઈએ.આ ઉપરાંત મૃતક ભારતીબેનના પિતા અને મૃતક ચંપાબેનના પતિએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમની મારી દીકરી પાસે જે સ્માર્ટફોન હતો તેના સિવાય તેનું પર્સ અને દાગીના પણ હજુ મળ્યા નથી.

Shah Jina